ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વોટ્સએપ પર કંકોત્રી આવી, ખોલી તો ખાતું ખાલી, રાજકોટના ધોરાજીમાં તલાટીએ ગુમાવ્યાં 6.50 લાખ

ચેતજો / વોટ્સએપ પર કંકોત્રી આવી, ખોલી તો ખાતું ખાલી, રાજકોટના ધોરાજીમાં તલાટીએ ગુમાવ્યાં 6.50 લાખ

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Maru

Last Updated: 09:25 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ADVERTISEMENT

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં એક નિવૃત તલાટી સાયબર ઠગાઈનો ભોગ બન્યાં છે. 70 વર્ષીય જયંતિલાલ પ્રાગજીભાઈ ભેસદડીયા નિવૃત્ત તલાટી મંત્રી છે અને પત્ની સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. તેમને વોટસ્એપ પર એક લગ્નની કંકોત્રી એપીકે ફાઈલમાં આવી હતી અને તેમને ખોલવા જતું તેમનું ખાતું ખાલી થઈ ગયું હતું.

ફાઈલ ખૂલતાની સાથે જ મોબાઈલ હેક

શરૂઆતમાં આ ફાઈલ ખૂલી નહોતી પરંતુ ત્યારબાદ ફાઈલ ખૂલતાની સાથે જ મોબાઈલ હેક થઈ ગયો હતો. ગઠિયાઓએ ટૂંકા ગાળામાં જ અલગ-અલગ સમયે બે-બે લાખ અને છેલ્લે 57 હજાર મળી કુલ રૂ. 6,57,000ની રકમ ઉપાડી લઈને બેંક એકાઉન્ટ સાવ ખાલીખમ કરી નાખ્યું હતું.

WhatsApp પર આવેલી અજાણી લિંક ઓપન ન કરવી

WhatsApp કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણ્યા નંબર કે ગ્રૂપમાંથી આવતી શંકાસ્પદ ફાઈલ કે કંકોત્રીની લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું. આવી અજાણી ફાઈલને તાત્કાલિક ડિલીટ કરવી અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર હેલ્પલાઈન 1930 પર જાણ કરવી.

વધુ વાંચો : જૂનાગઢમાં અત્યારથી જ જામવા લાગ્યો નવરાત્રીનો રંગ, યુવક-યુવતીઓમાં ભારે ઉત્સાહ, શીખી રહ્યાં છે નવા ગરબા

કંકોત્રીની ફાઈલ વોટ્સએપ ગ્રુપમાં થવા લાગી શેર

તલાટીનો ફોન હેક થતાં જ તેમના કોન્ટેક્ટ લિસ્ટ અને સુપેડી ગામના તમામ વોટ્સએપ ગ્રૂપમાં આ સંદિગ્ધ કંકોત્રીની ફાઈલ ઓટોમેટોકલી ફોરવર્ડ થવા લાગી હતી.ગામના આશરે 300થી વધુ લોકોના ફોન પર આ વાયરસયુક્ત ફાઈલ ફરતી થઈ જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. આ મામલે ગામના આગેવાનો અને સ્થાનિકો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને લોકોને ચેતતા રહેવાની અપીલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ