ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:34 PM, 27 September 2026
1/5
દેશના પૂર્વ અને મધ્ય ભાગોમાં હવામાનના બદલાયેલા મિજાજે ભારે તારાજી સર્જી છે. જેમાં છેલ્લા 48 થી 60 કલાકથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં જનજીવન સંપૂર્ણરીતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નદીઓ ગાંડીતૂર બનતાં પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. જેને પગલે હજારો લોકોને ઘરબાર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવાની ફરજ પડી છે.
2/5
વરસાદનો સૌથી મોટો ફટકો ઉત્તર પ્રદેશને પડ્યો છે. છેલ્લા 60 કલાકથી થઈ રહેલા ભારે વરસાદ અને તેને લગતી ઘટનાઓમાં ઓછામાં ઓછા 56 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના 75 માંથી 63 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઘણો વધારે વરસાદ નોંધાયો છે. અયોધ્યા, લખીમપુર ખેરી, હમીરપુર અને મહોબા જેવા વિસ્તારોમાં સતત 38 કલાકથી વધુ સમય પડેલા વરસાદને કારણે કાચા મકાનો ધરાશાયી થયા છે અને ખેતરોમાં ઉભેલો પાક ધોવાઈ ગયો છે.
ADVERTISEMENT
3/5
ઓડિશાના 10 જિલ્લાઓમાં વરસાદે ભારે પાયમાલી સર્જી છે, જેનાથી 73 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સ્થિતિ વણસતાં તંત્રે તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને 40 હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કર્યા છે. ખાસ કરીને કોરાપુટ, મલકાનગિરી, નાબરંગપુર અને ગંજામ જિલ્લામાં ઘરો અને પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ