ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણના આંબરડીમાં જીવનશાળાની હોસ્ટેલમાં વિધાર્થીએ કર્યો આપઘાત, ધો-11માં ભણતો હતો

દુખદ / જસદણના આંબરડીમાં જીવનશાળાની હોસ્ટેલમાં વિધાર્થીએ કર્યો આપઘાત, ધો-11માં ભણતો હતો

Published By: Hiralal Parmar
Reported By: Kalu Rathod

Last Updated: 04:19 PM, 27 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણના આંબરડીમાં જીવનશાળાની હોસ્ટેલમાં વિધાર્થીએ આપઘાત કર્યો હતો. મૃતક ચોટીલા તાલુકાના રાજપરા ગામનો હતો.

ADVERTISEMENT

જસદણના આંબરડીમાં જીવનશાળાની હોસ્ટેલમાં ધો-11માં અભ્યાસ કરતા વિધાર્થીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. મૃતક ચોટીલા તાલુકાના રાજપરા ગામનો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી જીવનશાળામાં અભ્યસા કરતો હતો. વિશાલના મૃતદેહને જસદણ સિવિલ હોસ્પિટલ પીએમ માટે લવાયો હતો.

કોણ છે મૃતક?

મૃતક વિદ્યાર્થીની ઓળખ 17 વર્ષીય વિશાલ માનસુખભાઈ સોરાણી તરીકે થઈ છે. તે મૂળ ચોટીલા તાલુકાના રાજપરા ગામનો વતની હતો અને આંબરડી જીવનશાળા હોસ્ટેલમાં રહીને ધોરણ-11માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીએ પોતાના હોસ્ટેલના રૂમમાં જ આ આત્યંતિક પગલું ભર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામું કરી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

વધુ વાંચો : ગોંડલ પાસે અકસ્મતામાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત, કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું

ગોંડલ પાસે ઘોઘાવદર-રામોદ રોડ પર અકસ્માત

ગોંડલ પાસે ઘોઘાવદર-રામોદ રોડ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લેતાં 3 લોકોના મોત થયા હતા. અનિડા ભાલોડીના દંપતી અને 13 વર્ષના દીકરાનું મોત થયું છે. અકસ્માત કરનાર કાર મહિલા હંકારી રહી હતી. અનિડા ભાલોડીનો પરિવાર રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યો હતો. પરિવારના સભ્યો ટુ વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે ધોધાવદર અને રામોદ વચ્ચે અચાનક કાર સાથે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટુ વ્હીલર પર સવાર પરિવારના ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ