ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:31 PM, 26 September 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ફેન્સનું દિલ તોડે તેવા મોટા સમાચાર આપ્યા છે. વિરાટે પોતાના ભવિષ્ય અને 2027 માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાનારા ODI World Cup ને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. West Indies સામે શરૂ થઈ રહેલી હોમ વનડે સિરીઝ પહેલાં તેણે સ્પષ્ટ કરી દીધું છે કે 2027 નો આઈસીસી વનડે વર્લ્ડ કપ ભારત તરફથી તેનો અંતિમ વર્લ્ડ કપ રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જીઓસ્ટારને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં 50 ઓવરના વર્લ્ડ કપના પડકારો અંગે વાત કરતા કોહલીએ જણાવ્યું હતું કે, ટીમ ઇન્ડિયા તરફથી રમાનારો આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે અને આ જ મારી સૌથી મોટી પ્રેરણા છે. તેથી હું મેદાન પર મારૂં સર્વસ્વ ઝોંકી દેવા અને 100% પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છું. 50 ઓવરના ફોર્મેટ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં સળંગ 10 મેચો સુધી T20 કક્ષાનું માનસિક અને શારીરિક સ્તર જાળવી રાખવું અત્યંત થકવી નાખનારું હોય છે, ખાસ કરીને જ્યારે તમે વિદેશી પરિસ્થિતિઓમાં રમી રહ્યા હોવ.

ADVERTISEMENT
વિરાટ કોહલીનો વર્લ્ડ કપમાં રેકોર્ડ અદ્ભુત રહ્યો છે. તેણે વર્લ્ડ કપની 37 મેચોમાં 59.83 ની શાનદાર એવરેજથી 1,795 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 12 અડધી સદી શામેલ છે. સમગ્ર ODI કરિયરની વાત કરીએ તો, તેણે 302 ઇનિંગ્સમાં 54 સદી અને 79 અડધી સદી સાથે 14,941 રન ફટકાર્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી તરફ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના ક્રિકેટ ભવિષ્ય અંગે પ્રતિક્રિયા આપી હતી. રોહિતે જણાવ્યું કે, તેના મગજમાં ક્યારેય એવો વિચાર નથી આવતો કે તેનું ક્રિકેટિંગ બિઝનેસ પૂરું થઈ ગયું છે. જ્યાં સુધી તમે રમી રહ્યા છો, ત્યાં સુધી તમારી સામે નવી નવી શાનદાર સફર અને પડકારો આવતા જ રહે છે.
આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / ના હોય! એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટીમમાં એક જ નામના 7 ખેલાડી, સૌ કોઈ હેરાન
ADVERTISEMENT
ભારત અને West Indies વચ્ચે રવિવારથી શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે સિરીઝ સાથે જ 2027 ના વર્લ્ડ કપની તૈયારીઓનો પ્રારંભ થઈ રહ્યો છે, જેને લઈને બંને ભારતીય દિગ્ગજોનો ઉત્સાહ ચરમસીમા પર છે.
સંકળાયેલા મુદ્દાઓ