ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / એક એવી પાર્ટી જે ચૂંટણી લડવાને બદલે ટેક્સ ચોરી કરાવતી, 206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં 9ની ધરપકડ

ગાંધીનગર / એક એવી પાર્ટી જે ચૂંટણી લડવાને બદલે ટેક્સ ચોરી કરાવતી, 206 કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં 9ની ધરપકડ

Published By: Vishal Khamar
Reported By: Anita Patani

Last Updated: 08:07 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગરીબ કલ્યાણ પાર્ટીના નામે ₹206 કરોડના કથિત બોગસ ડોનેશન કૌભાંડમાં પોલીસે ગુનો નોંધ્યો. 80GGC ટેક્સ કપાત અને શેલ કંપનીઓ અંગે તપાસ.

ADVERTISEMENT

અમદાવાદમાં ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ના નામે આશરે ₹206 કરોડના બોગસ ડોનેશનના કથિત કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે ઇન્કમટેક્સ વિભાગે CID ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કથિત કૌભાંડના કારણે સરકારી તિજોરીને ₹62 કરોડથી વધુનું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવાયું છે.

પ્રાથમિક વિગતો મુજબ, ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ના નામનો ઉપયોગ ચૂંટણી લડવા કરતાં બોગસ ડોનેશનની એન્ટ્રીઓ ઊભી કરીને કમિશન મેળવવા માટે કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. આરોપીઓ કરદાતાઓ પાસેથી ચેક અથવા RTGS મારફતે નાણાં મેળવતા અને તેના બદલામાં ડોનેશનની રસીદો આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનો દાવો છે.

80GGC હેઠળ ટેક્સ લાભ મેળવ્યાનો આક્ષેપ

કથિત રીતે કરદાતાઓ આ ડોનેશનની રસીદોના આધારે આવકવેરા કાયદાની કલમ 80GGC હેઠળ ટેક્સ કપાતનો લાભ લેતા હતા. ત્યારબાદ ડોનેશન તરીકે મેળવવામાં આવેલા નાણાં વિવિધ શેલ કંપનીઓ મારફતે ફેરવવામાં આવતા હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, ‘ક્રિષ્ના એન્ટરપ્રાઇઝિસ’ અને ‘જલારામ એન્ટરપ્રાઇઝિસ’ જેવી કંપનીઓમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યારબાદ રોકડ ઉપાડી તેમાં 5થી 7 ટકા સુધીનું કમિશન કાપીને બાકીની રકમ સંબંધિત કરદાતાઓને રોકડમાં પરત આપવામાં આવતી હોવાનો આરોપ છે.

ખોટા ઓડિટ રિપોર્ટ બનાવ્યાનો આરોપ

આ કેસમાં પાર્ટીના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી ઉપરાંત કથિત મુખ્ય સૂત્રધાર, શેલ કંપની સાથે સંકળાયેલા વ્યક્તિ અને ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત કુલ નવ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. ફરિયાદમાં CA કુલદીપદાન ટાપરિયા અને CA અશોક કુમાર શાહ સહિતના વ્યક્તિઓ પર ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં ભૂમિકા ભજવવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા

આ સમગ્ર મામલે CID ક્રાઈમ દ્વારા નાણાકીય વ્યવહારો, ડોનેશનની રસીદો, બેંક ટ્રાન્ઝેક્શન, શેલ કંપનીઓ મારફતે થયેલા વ્યવહારો અને સંબંધિત કરદાતાઓને થયેલા કથિત રોકડ પરત ચુકવણાં અંગે તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ સુરતમાં જમીન દલાલને ઓફિસમાં પૂરીને માર માર્યો, વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં, 3ની ધરપકડ કરી

હાલના તબક્કે આ તમામ આરોપો ફરિયાદ અને તપાસમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. પોલીસ તપાસ આગળ વધ્યા બાદ કથિત કૌભાંડમાં સંકળાયેલા નાણાકીય વ્યવહારો અને દરેક આરોપીની ભૂમિકા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad fake donation scam ₹206 crore donation fraud Garib Kalyan Party scam

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ