ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / જ્ઞાનેશ કુમારને હટાવવા આસાન નથી! નોટિસથી રાષ્ટ્રપતિના આદેશ સુધી, આવી છે CEC ને દૂર કરવાની આખી પ્રક્રિયા

નેશનલ / જ્ઞાનેશ કુમારને હટાવવા આસાન નથી! નોટિસથી રાષ્ટ્રપતિના આદેશ સુધી, આવી છે CEC ને દૂર કરવાની આખી પ્રક્રિયા

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:17 PM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gyanesh Kumar: વિરોધ પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ત્રીજી વાર મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે.

ADVERTISEMENT

Gyanesh Kumar: વિરોધ પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ત્રીજી વાર મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ સંસદના પ્રસ્તાવિત ખાસ સત્ર પહેલા લોકસભા અને રાજ્યસભામાં નોટિસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઇ દેશભરમાં ઉઠી રહેલા પ્રશ્નો વચ્ચે વિરોધી પક્ષો હવે તેમને દૂર કરવા માટે ત્રીજી વાર મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. અનેક વિપક્ષી દળો એક થયા છે. સંસદના પ્રસ્તાવિત ખાસ સત્ર પહેલા વિપક્ષ લોકસભા અને રાજ્યસભામાં નોટિસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યું છે.

નોધનીય છે કે એક અંગ્રેજી અખબારમાં તાજેતરના અહેવાલ બાદ વિપક્ષ CEC જ્ઞાનેશ કુમાર પર હમલાવર છે અને તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જો વિપક્ષ જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ લોકસભા અને રાજ્યસભામાં નોટિસ દાખલ કરે છે, તો આગળની પ્રક્રિયા શું હશે, તે કેટલી લાંબી અને જટિલ હશે. વધુમાં ચાલો આ માટેની બંધારણીય જોગવાઈઓ પર થોડો પ્રકાશ પાડીએ.

પ્રક્રિયા શું છે?

બંધારણના અનુચ્છેદ 324(5) હેઠળ CEC ને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ હટાવી શકાય છે. જો કે અન્ય બે ચૂંટણી કમિશનરોને સીઇસીની ભલામણ પર રાષ્ટ્રપતિ હટાવી શકે છે. સીઇસીને પદ પરથી દૂર કરવા માટે પહેલા લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના અધ્યક્ષને નોટિસ મોકલવામાં આવે છે. પ્રસ્તાવ પર લોકસભામાં 100 સાંસદો અને રાજ્યસભામાં 50 સાંસદોના હસ્તાક્ષર જરૂરી છે. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ નિર્ણય લે છે કે નોટિસ સ્વીકારવી કે નહીં. હકીકતોના આધારે નોટિસ સ્વીકાર્યા પછી આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવે છે.

જો લોકસભા અને રાજ્યસભામાં એક જ દિવસે નોટિસ આપવામાં આવે છે, તો બંને ગૃહોમાં તે સ્વીકાર્યા પછી જ સમિતિની રચના કરવામાં આવે છે. અન્યથા, સમિતિની રચના તે ગૃહમાં કરવામાં આવે છે જ્યાં દરખાસ્ત પ્રથમ રજૂ કરવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સમિતિની રચના કરે છે. તેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રતિષ્ઠિત કાનૂની નિષ્ણાતનો સમાવેશ થાય છે.

જો આરોપો સાચા હોવાનું જણાય તો સમિતિ તેનો વિગતવાર અને તાર્કિક અહેવાલ ગૃહમાં રજૂ કરે છે. ત્યારબાદ દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવે છે. ચર્ચા દરમિયાન જરૂરી હોય તો સભ્યો આરોપી કમિશનરને પૂછપરછ માટે ગૃહના દરવાજા પર બોલાવી શકે છે. ત્યારબાદ ઔપચારિક મતદાન કરવામાં આવે છે. જો બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતીથી પ્રસ્તાવ પસાર થાય છે, તો રાષ્ટ્રપતિ અંતિમ મંજૂરી આપે છે. જો કે ભારતમાં ક્યારેય આ પ્રક્રિયા દ્વારા કોઈપણ CEC ને પદ પરથી દૂર કરવામાં આવ્યા નથી.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની મોટી બેઠક, CEC જ્ઞાનેશ કુમાર સાથે બંને કમિશનરો રહ્યા હાજર

જ્ઞાનેશ કુમારને દૂર કરવા માટે પહેલા પણ અપાઇ છે નોટિસ

માર્ચ 2026 માં સીઇસી જ્ઞાનેશ કુમારને હટાવવા લોકસભા અને રાજ્યસભામાં 130 અને 63 સાંસદો દ્વારા સહી કરાયેલી નોટિસ સબમિટ કરવામાં આવી હતી. આ નોટિસ 6 એપ્રિલે ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ 73 સાંસદો દ્વારા સહી કરાયેલી બીજી નોટિસ રાજ્યસભામાં સબમિટ કરવામાં આવી હતી, જે પેન્ડિંગ છે. વિપક્ષ હવે ત્રીજી નોટિસની તૈયારી કરી રહ્યું છે. નોંધનીય છે કે ઇન્ડિયા બ્લોકની પણ 30 સપ્ટેમ્બરે બેઠક થવાની છે. આ બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chief Election Commissioner Gyanesh Kumar CEC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ