ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાટણમાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે બાઈકસવારને એવો ઉડાવ્યો, કે ઘટનાસ્થળે જ નિપજ્યું મોત
Last Updated: 02:53 PM, 26 September 2026
ADVERTISEMENT
પાટણ જિલ્લાના સમી નજીક હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલી i20 કારે બાઈકસવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકસવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું
મળતી માહિતી મુજબ, સમી નજીક હાઈવે પરથી બાઈકસવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરઝડપે આવેલી i20 કારે તેને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકસવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ADVERTISEMENT
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
સમગ્ર અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. CCTV ફૂટેજના આધારે અકસ્માતની સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
i20 કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
અકસમાત બાદ i20 કારનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે, કાર ઘટનાસ્થળે જ મૂકીને આરોપી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કાર કબજે કરી અકસ્માત સર્જનાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.