ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં 2038ની એશિયન ગેમ્સ માટે ભારત-ગુજરાત સરકારનો OCA સમક્ષ સત્તાવાર દાવો, સ્પોર્ટ્સ એન્ક્લેવ બનશે આયોજનનું મુખ્ય કેન્દ્ર
Last Updated: 02:08 PM, 26 September 2026
ADVERTISEMENT
ગુજરાત સરકાર અને ભારત સરકારે અમદાવાદમાં ૨૦૩૮ની એશિયન ગેમ્સ યોજવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ) સમક્ષ સત્તાવાર ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ (EoI) રજૂ કર્યું છે. ૨૦૩૦ની એશિયન ગેમ્સ કતારના દોહામાં, જ્યારે ૨૦૩૪ની એશિયન ગેમ્સ સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાવાની છે.
ADVERTISEMENT

ગુજરાત સરકારના બે અધિકારીઓ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસન અને રમતગમત વિભાગના સચિવ રાહુલકુમાર હાલ જાપાનના આઇચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારત સરકારની ટીમનો હિસ્સો છે. તેઓ એશિયન ગેમ્સના આયોજનનાં વિવિધ પાસાંનો અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે એશિયન ગેમ્સના સત્તાવાર આયોજક અને નિરીક્ષક ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા સમક્ષ સત્તાવાર એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ રજૂ કરવામાં આવ્યું છે. ૨૦૩૦ અને ૨૦૩૪ની એશિયન ગેમ્સની યજમાનીનો નિર્ણય થઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારને અમદાવાદને ૨૦૩૮ની એશિયન ગેમ્સ માટે યજમાન શહેર તરીકે પસંદ કરવામાં આવશે તેવી આશા છે. તેનું કારણ એ છે કે શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનાે બહુવિધ રમતોત્સવ યોજવા માટે જરૂરી મજબૂત માળખાગત સુવિધાઓ અને આયોજન ક્ષમતા પહેલેથી જ વિકસિત થઈ રહી છે. અધિકારીએ જણાવ્યું છે કે અમદાવાદ અગાઉ પણ કેટલીક આંતરરાષ્ટ્રીય રમતોત્સવ સ્પર્ધાઓનું આયોજન કરી ચૂક્યું છે. ૨૦૩૦માં શહેરમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે અને ભારતે ૨૦૩૬ની ઓલિમ્પિક્સની યજમાની માટે પણ સત્તાવાર દાવેદારી રજૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાજ્ય સરકાર અમદાવાદમાં ૨૦૩૮ની એશિયન ગેમ્સ યોજાવાની સંભાવના અંગે સકારાત્મક છે એમ રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. પ્રસ્તાવિત ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ અને ભારતની ૨૦૩૬ની ઓલિમ્પિક્સની યજમાની માટેની દાવેદારીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં રમતગમતનું વિશાળ માળખાગત તંત્ર વિકસાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર આયોજનનું મુખ્ય કેન્દ્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીકનું સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.