ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મકરબા રેલવે ઓવરબ્રિજ શરૂ થતાં જ કોર્પોરેટ રોડ પર ટ્રાફિકની નવી ગૂંચ, સિગ્નલ વગરના જંકશનથી વાહનચાલકો પરેશાન
Last Updated: 01:39 PM, 26 September 2026
ADVERTISEMENT
મકરબા રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાતાં વર્ષોથી ટ્રાફિક જામ માટે કુખ્યાત રેલવે ક્રોસિંગની સમસ્યામાંથી રાહત મળવાની આશા હતી, પરંતુ બ્રિજ શરૂ થયાના ગણતરીના કલાકોમાં જ કોર્પોરેટ રોડ પર ટ્રાફિકની નવી ગૂંચ ઊભી થઈ ગઈ છે. ગુરુવારે રેલવે ઓવરબ્રિજ શરૂ થયા બાદ બ્રિજના છેડે આવેલા ક્રોસ રોડ પર વાહનચાલકોને ટ્રાફિકની અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો. જંકશન પર હાલ ટ્રાફિક સિગ્નલની વ્યવસ્થા નથી, જ્યારે વાહનોની અવરજવર નિયંત્રિત કરવા બેરિકેડ અને ‘કેપ્સૂલ કટ’ બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT

આ નવી વ્યવસ્થાના કારણે ખાસ કરીને પ્રહ્લાદનગર ગાર્ડન સર્કલ તરફથી કોર્પોરેટ રોડ પર આવતા અને જતા વાહનચાલકો પર અસર પડી છે. કોર્પોરેટ રોડ પરથી પ્રહ્લાદનગર તરફ જતાં વાહનોને ડાબી તરફ વળી આગળથી યુ-ટર્ન લેવો પડે છે. બીજી તરફ પ્રહ્લાદનગર તરફથી કોર્પોરેટ રોડ તરફ આવતા વાહનચાલકોને પણ બ્રિજની નીચે ડાઈવર્ઝનનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
ટ્રાફિકની ગૂંચ દૂર કરવા શુક્રવારે ટ્રાફિક પોલીસે બેરિકેડ ગોઠવી ‘કેપ્સ્યૂલ એપ્રોચ’ બનાવ્યો હતો. જોકે વાહનચાલકો માટે આ વ્યવસ્થા નવી મુશ્કેલી બની છે. મકરબા તરફથી આવતાં વાહનોને હવે સીધા કોર્પોરેટ રોડ તરફ જવાને બદલે ડાઈવર્ઝનમાંથી પસાર થવું પડે છે. પ્રહ્લાદનગર તરફ જતા વાહનોને પણ લાંબો રસ્તો કાપીને યુ-ટર્ન લેવો પડે છે. આ સમગ્ર પ્રક્રિયામાં મુસાફરીનો સમય વધે છે અને એક જ જંકશન પર વાહનોનો વધારાનો પ્રવાહ ભેગો થાય છે.
ADVERTISEMENT
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્રહ્લાદનગર, જુહાપુરા, સરખેજ, કોર્પોરેટ રોડ અને એસજી હાઇવે તરફથી આવતો ટ્રાફિક આ વિસ્તારમાં પહેલેથી જ વધારે રહેતો હતો. રેલવે ઓવરબ્રિજ શરૂ થયા બાદ આ જ ટ્રાફિક પ્રવાહમાં વધુ વાહનો ઉમેરાયાં છે. મકરબાના રહેવાસીઓના જણાવ્યા મુજબ, ઓવરબ્રિજ અને તેના કારણે વધેલો સ્પિલઓવર ટ્રાફિક હવે સ્થાનિકો માટે મુશ્કેલી બની ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : આજથી નવરાત્રી કોન્ટેસ્ટ શરૂ, સવાલનો જવાબ આપીને મેળવો 2 લાખ*ના ઈનામ જીતવાની તક
સર્વિસ રોડ અને ક્રોસિંગ બંધ હોવાથી વાહનચાલકોને લાંબાં ડાઈવર્ઝન લેવાં પડે છે. સ્થાનિક રહેવાસીઓનો સૌથી મોટો સવાલ એ છે કે રેલવે ઓવરબ્રિજ શરૂ કરતાં પહેલાં તેના છેડે આવેલા જંકશન પર ટ્રાફિકનો કેટલો ભાર પડશે તેનો કોઈ અભ્યાસ કે તપાસ કેમ ન કરવામાં આવ્યાં? ટ્રાફિક જેએસપી એ.જી. ચૌહાણે આ અંગે જણાવ્યું છે કે સ્થળ પર બેરિકેડ ગોઠવી કેપ્સ્યૂલ કટ બનાવવામાં આવ્યા છે. જંકશન કાર્યરત થયા બાદ તેની વાસ્તવિક ટ્રાફિક સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ છે અને વહેલી તકે અહીં ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT