ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:08 PM, 26 September 2026
ADVERTISEMENT
વૃંદાવન વિસ્તારમાં આવેલા ગુરુ કૃપા કુંજ આશ્રમમાં શુક્રવારે સવારે અચાનક બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ આશ્રમના ચોથા માળેથી નીચે પડી ગયા હતા. ઘટના સવારે લગભગ 10:30 વાગ્યાની હોવાનું કહેવાય છે. નીચે પડ્યા બાદ તેમને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આશ્રમ સાથે સંકળાયેલા લોકો તેમને તાત્કાલિક સર્વોદય હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટનામાં સૌથી વધુ સવાલ ઉભો કરનારી બાબત એ છે કે રસિક દુલારીના ગુપ્તાંગ પર પણ ઈજા જોવા મળી હતી અને તેમનું ગુપ્તાંગ કપાયેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ વિગતોને કારણે સમગ્ર ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો તેમણે ખરેખર આત્મહત્યા કરી હોય તો આવું પગલું તેમણે શા માટે લીધું હતું અને ચોથા માળેથી પડતા પહેલાં ગુપ્તાંગને નુકસાન કેવી રીતે થયું, તે તપાસનો મહત્વનો મુદ્દો બની ગયો છે.
ADVERTISEMENT
રસિક દુલારી શરણનું સાચું નામ દીપક લોધી હોવાનું સામે આવ્યું છે. તેઓ મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી હતા અને પ્રેમાનંદ મહારાજના શિષ્ય તરીકે આશ્રમ સાથે જોડાયેલા હતા. ઘટનાની જાણ થયા બાદ આશ્રમ સાથે સંકળાયેલા લોકો રસિકને હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે પોલીસને ઘટનાની જાણ ઘણી પાછળથી થઈ હતી.
वृंदावन (मथुरा): प्रसिद्ध संत प्रेमानंद जी महाराज के प्रवास स्थल 'कैलीकुंज आश्रम' में उस वक्त हड़कंप मच गया, जब उनके शिष्य और साधक रसिक दुलारी शरण (30 वर्ष) का शव संदिग्ध परिस्थितियों में बरामद हुआ। मृतक की पहचान मूल रूप से मध्य प्रदेश के जबलपुर निवासी दीपक लोधी के रूप में हुई… pic.twitter.com/pzwdeveXra
— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@ArunAzadchahal) September 26, 2026
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યાનો મામલો લાગી રહી છે. જોકે, ઘટનાની શંકાસ્પદ વિગતોને ધ્યાનમાં રાખીને પોલીસ કોઈ એક શક્યતા પર અટકી નથી. પોલીસ હત્યા અને આત્મહત્યા બંને દિશામાં તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા માટે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે. તપાસ દરમિયાન મળતા પુરાવા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકે છે. હાલ રસિક દુલારીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ ગૃહમાં રાખવામાં આવ્યો છે. તેમના પરિવારજનોને પણ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. પરિવાર મધ્યપ્રદેશના જબલપુરથી મથુરા પહોંચ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનામાં હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે રસિક દુલારીનું મોત ખરેખર આત્મહત્યાના કારણે થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે. ચોથા માળેથી પડવું, શરીર પર થયેલી ગંભીર ઈજાઓ અને ગુપ્તાંગને થયેલું નુકસાન—આ તમામ બાબતોની અલગ-અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતી વિગતો આ કેસની આગળની દિશા નક્કી કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.