ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, બાબરામાં 1, બાવળામાં 2 ડૂબ્યા

દુઃખદ / ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, બાબરામાં 1, બાવળામાં 2 ડૂબ્યા

Published By: Vishal Khamar

Last Updated: 11:22 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હર્ષોલ્લાસ સાથે ભક્તોએ આજે વિધ્નહર્તા ગણેશજીને વિદાય આપી છે. રાજ્યમાં ગણેશ મૂર્તિ વિસર્જન કરતી વખતે ડૂબી જવાની ઘટના સામે આવી હતી.

ADVERTISEMENT

રાજુલા: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચબંદર ગામ નજીક ગણેશ મૂર્તિના વિસર્જન દરમિયાન દરિયામાં દુર્ઘટના સર્જાઈ હતી. ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો અચાનક દરિયામાં ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી ત્રણ યુવકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક યુવક હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં મરીન પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી લાપતા યુવકની શોધખોળ શરૂ કરી છે.

દરમિયાન, લાપતા યુવકની શોધખોળ માટે પીપાવાવ સ્થિત ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને પણ જાણ કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડની મદદથી દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં લાપતા યુવકની શોધખોળ ચાલુ છે અને સમગ્ર ઘટનાને પગલે ચાંચબંદર ગામ તથા આસપાસના વિસ્તારમાં ચિંતા વ્યાપી છે.

આ પણ વાંચોઃ ભાવનગર કાર્યક્રમમાં રડતા બાળક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રેમાળ અભિગમ

બગોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવાનો પાણીમાં ડૂબ્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં એક યુવાનનો આબાદ બચાવ થયો છે, જ્યારે બગોદરા ગામના હર્ષરાજસિંહ ચૌહાણની છેલ્લા પાંચ કલાકથી શોધખોળ ચાલી રહી છે. જોકે, હર્ષરાજસિંહ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Visarjan Bagodara drowning incident Bagodara news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ