ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / ભારતની ઝોળીમાં આવ્યો બીજો ગોલ્ડ, કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલ

Asian Games 2026 / ભારતની ઝોળીમાં આવ્યો બીજો ગોલ્ડ, કમલજીત-સુરુચિની જોડીએ શૂટિંગમાં કરી દીધો કમાલ

Published By: Bijal Vyas

Last Updated: 10:07 AM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asian Games 2026: ભારતએ આ ગેમ્સમાં પિસ્તોલ શૂટિંગમાં વારંવાર નિરાશાનો સામનો કરવો પડ્યો હતો અને તે કોઈ પણ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું, પરંતુ છેલ્લી ઇવેન્ટમાં દેશે ગોલ્ડ જીતી લીધો.

ADVERTISEMENT

ભારતે આખરે એશિયન ગેમ્સ 2026માં પોતાનો બીજો સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. મહિલા ક્રિકેટમાં સુવર્ણ ચંદ્રક બાદ, ભારતે હવે પિસ્તોલ શૂટિંગમાં સફળતા મેળવી છે. કલજીત અને સુરુચિ ઈન્દર સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે.આ એશિયન ગેમ્સમાં પિસ્તોલ શૂટિંગમાં ભારતનો આ પ્રથમ મેડલ છે અને તે છેલ્લી જ સ્પર્ધામાં મળ્યો છે. દરમિયાન, અન્ય એક સ્પર્ધા રાઇફલ થ્રી પોઝિશન ટીમ ઇવેન્ટમાં ભારતે વધુ એક મેડલ મેળવ્યો અને સિલ્વર મેડલ જીત્યો.

આઈચી-નાગોયા ગેમ્સના છઠ્ઠા દિવસના પ્રથમ ભાગમાં ભારતને સફળતાનો ધોધ મળ્યો. દિવસની શરૂઆત બે મેડલ નિશ્ચિત થવા સાથે થઈ: પ્રથમ, ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સની સેમીફાઈનલમાં ભારતીય જોડીના પ્રવેશ સાથે એક મેડલ પાક્કો થયો, અને ત્યારબાદ સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં પણ ભારતીય જોડી સેમીફાઈનલમાં પહોંચતા વધુ એક મેડલ સુનિશ્ચિત થયો.

આ પણ વાંચોઃ આ તારીખે IPLના ખેલાડીઓની હરાજી થશે, વેન્યૂ પણ થઈ ગયું નક્કી, BCCIએ આપી મોટી અપડેટ

જોકે, આ બે મેડલ કયા રંગના (ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ) હશે તે આગામી દિવસોમાં નક્કી થશે, પરંતુ ભારતીય શૂટર્સે તો વાસ્તવમાં પોતાના ગળામાં મેડલ પહેરવાની તક મેળવી લીધી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asian Games 2026 2nd Gold for India Kamaljeet and Suruchi Singh

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ