ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / આ તારીખે IPLના ખેલાડીઓની હરાજી થશે, વેન્યૂ પણ થઈ ગયું નક્કી, BCCIએ આપી મોટી અપડેટ

IPL 2027 / આ તારીખે IPLના ખેલાડીઓની હરાજી થશે, વેન્યૂ પણ થઈ ગયું નક્કી, BCCIએ આપી મોટી અપડેટ

Published By: Pravin Joshi

Last Updated: 05:52 PM, 24 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2027 ના મિની ઓક્શનની તારીખ અને સ્થળ કન્ફર્મ થઈ ગયા છે. છેલ્લા 3 વર્ષ બાદ આ હરાજી ભારતમાં પરત ફરી રહી છે, જે આ વર્ષે ડિસેમ્બરમાં ગોવા ખાતે યોજાશે.

ADVERTISEMENT

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. IPL 2027 નું મિની ઓક્શન આ વખતે વિદેશમાં નહીં પરંતુ ભારતમાં જ યોજાશે. ગોવા ખાતે ડિસેમ્બરમાં આ એક દિવસીય હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. IPL ના પ્રમુખ અરુણ ધૂમલ અને BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

IPL-Auction-2026-Possible-Date-vtv

3 વર્ષ પછી ભારતમાં કમબેક

છેલ્લા 3 સિઝનથી IPL ની હરાજી વિદેશી ધરતી પર યોજાઈ રહી હતી, જેમાં દુબઈ, જેદ્દાહ (મેગા ઓક્શન) અને અબુ ધાબીનો સમાવેશ થાય છે. હવે 3 વર્ષના લાંબા વિરામ બાદ BCCI એ હરાજીને ભારતમાં પાછી લાવવાનો વિચારપૂર્વકનો નિર્ણય લીધો છે. IPL પ્રમુખ અરુણ ધૂમલે જણાવ્યું હતું કે, અમે ઓક્શન માટે ગોવા પર પસંદગી ઉતારી છે. તેની સંભવિત તારીખો 15th અને 16th December છે." આ મિની ઓક્શન હોવાથી આ પ્રક્રિયા માત્ર 1 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

વધુ વાંચો : ભારતે જાપાનને માત્ર 2 રનથી હરાવ્યું, મેચ દરમિયાન અમ્પાયર સાથે કેપ્ટન શ્રેયસ અય્યરની બોલાચાલીથી ગરમાયું વાતાવરણ

મહિલા ક્રિકેટ મેચોના વેન્યુમાં ફેરફાર

આ દરમિયાન, BCCI એ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ભારત A મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા A મહિલા ટીમ વચ્ચે 29 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન યોજાનાર મલ્ટી-ડે મેચનું સ્થળ બદલ્યું છે. ધરમશાલામાં સતત પડી રહેલા મુસળધાર વરસાદ અને ખરાબ હવામાનને કારણે મેચ પર અસર ન પડે તે હેતુથી આ મેચ હવે મોહાલી ખાતે રમાડવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL2027Auction IPLAuction IPL2027

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ