ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતે જાપાનને માત્ર 2 રનથી હરાવ્યું, મેચ દરમિયાન અમ્પાયર સાથે કેપ્ટન શ્રેયસ અય્યરની બોલાચાલીથી ગરમાયું વાતાવરણ

સ્પોર્ટ્સ / ભારતે જાપાનને માત્ર 2 રનથી હરાવ્યું, મેચ દરમિયાન અમ્પાયર સાથે કેપ્ટન શ્રેયસ અય્યરની બોલાચાલીથી ગરમાયું વાતાવરણ

Published By: Nirav Kumar

Last Updated: 05:35 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-જાપાનના પાંચ ઓવરની મેચમાં લાસ્ટ ઓવરમાં વાઇડના વિવાદાસ્પદ નિર્ણય પર કેપ્ટન શ્રેયસ અય્યર અમ્પાયર સાથે ખડાઈ ગયા હતા. જેના કારણે અમ્પાયરોએ નિર્ણય પલટાવ્યો. આ ડ્રામા બાદ ભારતે માત્ર બે રનથી જીત હાંસલ કરી.

ADVERTISEMENT

ભારત અને જાપાન વચ્ચે સાનોમાં થયેલ T20 મેચ અપેક્ષા કરતાં ઘણી વધુ રોમાંચક સાબિત થઈ. વરસાદને કારણે મેચ માત્ર પાંચ ઓવરનું બની હતી. જેમાં ભારતે પહેલાં બેટિંગ કરીને માત્ર 32 રન જ બનાવ્યા હતા. જવાબમાં જાપાનની ટીમે ભારતીય ખેલાડીઓને પરસેવો લાવી દીધો અને મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી ગઈ હતી.

લાસ્ટ ઓવરમાં અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો. જાપાનને જીત માટે થોડા જ રનની જરૂર હતી અને મેદાન પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. ત્યારે અમ્પાયર ક્રિસ થર્ગેટે અક્ષરની એક બોલને વાઇડ જાહેર કર્યો. પહેલેથી જ વાઇડ બોલને કારણે ભારત મુશ્કેલીમાં હતું. આ નિર્ણય જોઈને અક્ષર નિરાશ થઈ ગયા પણ કેપ્ટન શ્રેયસ અય્યર તો સંપૂર્ણરીતે ગુસ્સે ભરાઈ ગયો.

શ્રેયસ તરત જ અમ્પાયર પાસે પહોંચી ગયો અને આક્રમક અંદાજમાં પોતાની નારાજગી વ્યક્ત કરી. ટીવી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે તેઓ કેટલા ગુસ્સે હતા. આ નાજુક પળે એક વધારાનો રન ભારતને ભારે પડી શકતો હતો આથી જ કેપ્ટનનો ગુસ્સો વધી ગયો હતો.

આ દબાણ અને ગુસ્સાને જોઈને મેદાની અમ્પાયરો ક્રિસ થર્ગેટ અને ક્રિસ બ્રાઉને એકબીજા સાથે ચર્ચા કરી. ત્યારબાદ એક નાટકીય વળાંક આવ્યો. જેમાં અમ્પાયરોએ પોતાનો નિર્ણય પલટાવીને તે બોલને વેલીડ જાહેર કર્યો. આ યુ-ટર્નથી મેચનું સમીકરણ સંપૂર્ણરીતે બદલાઈ ગયું.

વધુ વાંચો : એશિયન ગેમ્સમાં ભારતે જીત્યો પ્રથમ ગોલ્ડ, વુમન્સ ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ

આ ડ્રામા બાદ ભારતીય ટીમે માનસિક સ્થિરતા જાળવી રાખી અને લાસ્ટ બોલ પર જાપાનને રોકી દીધું. પરિણામે ભારતે માત્ર બે રનના નાના માર્જિનથી જીત હાંસલ કરી. જાપાન 30 રન પર જ અટકી ગયું. આમ ટીમ ઇન્ડિયાએ માંડ માંડ બચીને પોતાની ઇજ્જત બચાવી લીધી. નહીં તો જાપાન જેવા દેશ સામે હારવાથી મોટી નામોશી થાત.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shreyas Iyer controversial wide umpires

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ