ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / દેબિના બેનર્જીએ ફેન્સ સાથે શેર કરી ખુશખબર: પ્રેગ્નન્સી નહીં પણ આ ખાસ કારણથી 'ત્રીજા બાળક' નો કર્યો ઉલ્લેખ

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / દેબિના બેનર્જીએ ફેન્સ સાથે શેર કરી ખુશખબર: પ્રેગ્નન્સી નહીં પણ આ ખાસ કારણથી 'ત્રીજા બાળક' નો કર્યો ઉલ્લેખ

Last Updated: 11:02 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેલિવિઝન ક્ષેત્રના લોકપ્રિય કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરીએ પોતાના ફેન્સ સાથે એક મોટી અને આનંદદાયક ન્યૂઝ શેર કરી છે.

1/5

photoStories-logo

1. દેબિના બેનર્જીએ ફેન્સ સાથે શેર કરી ખુશખબર: પ્રેગ્નન્સી નહીં પણ આ ખાસ કારણથી 'ત્રીજા બાળક' નો કર્યો ઉલ્લેખ

એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડના સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ્સમાંથી એક એવા દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી ફરી એકવાર અચાનક ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ટીવી સ્ક્રીન પર રામ-સીતાની જોડી તરીકે જાણીતા થયેલા આ કપલ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફની દરેક નાની-મોટી ક્ષણો વ્લોગ (Vlog) અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે શેર કરતા હોય છે. તાજેતરમાં જ તેમણે ફેન્સ સાથે એક એવી ગુડ ન્યૂઝ શેર કરી કે જેને સાંભળીને શરૂઆતમાં દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 'ત્રીજા બેબી' ની જાહેરાતથી ફેન્સ સરપ્રાઇઝડ

પોતાના લેટેસ્ટ વિડીયોમાં દેબિના અને ગુરમીતે વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ પોતાના 'ત્રીજા બેબી' સાથે આવી રહ્યા છે. આ વાત સાંભળતા જ વિડીયોમાં ગુરમીત પણ મજાકના અંદાજમાં ચોંકી જાય છે અને દેબિનાને અભિનંદન આપે છે. દેબિના અને ગુરમીતે કહ્યું કે, અમે આજ સુધી ફેન્સથી કંઈ જ છુપાવ્યું નથી અને આ ખુશખબર પણ છુપાવવા નથી માગતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. શું છે આ 'ત્રીજા બેબી' પાછળનું સાચું સત્ય?

વાસ્તવમાં દેબિના બેનર્જી પ્રેગ્નન્ટ નથી, પરંતુ આ કપલે એક નવો બિઝનેસ સાહસ શરૂ કર્યું છે. ગુરમીત અને દેબિનાએ પોતાના નવજાત પ્રોડક્શન હાઉસની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્રોડક્શન હાઉસનું નામ તેમણે પોતાના બંનેના નામને જોડીને 'દેબગુરુ' (DebGuru) રાખ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બંને ગાયક અને એક્ટર્સ ઇમોશનલ થઈ ગયા

પોતાના આ નવા ડ્રીમ પ્રોજેક્ટ વિશે વાત કરતી વખતે બંને ગાયક અને એક્ટર્સ ઇમોશનલ થઈ ગયા હતા. દેબિનાએ ભાવુક થઈને કહ્યું કે, આ પ્રોડક્શન હાઉસ અમારા માટે અમારા ત્રીજા બાળક સમાન છે. જે રીતે અમે અમારા બાળકો માટે તમારા આશીર્વાદ અને પ્રેમ માગીએ છીએ, તે જ રીતે આ નવા સાહસ માટે પણ તમારા સપોર્ટની જરૂર છે. કૃપા કરીને અમારા આ 'બેબી' ને પણ પુષ્કળ પ્રેમ આપો."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અપકમિંગ ફિલ્મ 'તુમ મેરે હો' નો ધમાકો

આ ગુડ ન્યૂઝ શેર કરવાની સાથે જ તેમણે ખુલાસો કર્યો છે કે ગુરમીત ચૌધરીની આગામી ફિલ્મ 'તુમ મેરે હો' નું ટ્રેલર આ 'દેબગુરુ' ના યુટ્યુબ ચેનલ પર જ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટીઝર પહેલેથી જ રિલીઝ થઈ ચૂક્યું છે અને તેને પ્રેક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

GurmeetChoudhary DebinaBonnerjee DebGuru
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ