ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:16 PM, 25 September 2026
1/5
ઉત્તર ભારત ભૂરાયા થયેલા હવામાન અને મુશળધાર વરસાદની ચપેટમાં આવ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી ઓરેન્જ અને રેડ એલર્ટની ચેતવણીને પગલે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડ ના અનેક જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
2/5
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌ સહિત કાનપુર, વારાણસી, પ્રયાગરાજ અને પૂર્વાંચલના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાના ભયને કારણે 1 થી 12 ધોરણ સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તંત્રએ વાલીઓને બાળકોને બિનજરૂરી બહાર ન મોકલવા અપીલ કરી છે.
ADVERTISEMENT
3/5
પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં સતત વરસતા વરસાદના કારણે ભૂસ્ખલન અને નદીઓમાં પૂર આવવાનું જોખમ વધી ગયું છે. દેહરાદૂન, નૈનીતાલ, ચમોલી અને ઉત્તરકાશી જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટર દ્વારા શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં તાત્કાલિક ધોરણે રજાઓ લંબાવી દેવામાં આવી છે.
4/5
ઝારખંડના રાંચી, જમશેદપુર અને આસપાસના વિસ્તારોમાં પણ સતત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. જેને ધ્યાનમાં રાખીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ