ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'મારો સંસાર ભાંગી રહ્યો છે...' ગોવિંદાના અફેરની ચર્ચાઓ વચ્ચે પત્ની સુનિતાનો ભાવુક વીડિયો વાયરલ

મનોરંજન / 'મારો સંસાર ભાંગી રહ્યો છે...' ગોવિંદાના અફેરની ચર્ચાઓ વચ્ચે પત્ની સુનિતાનો ભાવુક વીડિયો વાયરલ

Published By: Nirav Kumar

Last Updated: 07:02 PM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવિંદા અને નવી એક્ટ્રેસ કોમલરાની વચ્ચે અફેરની ચર્ચાઓથી પરેશાન થઈને સુનિતા આહૂજાએ પોતાનો સંસાર ભાંગતો બચાવવા માટે મીડિયા અને ફેન્સ સામે મદદની ગુહાર લગાવી છે.

ADVERTISEMENT

બોલિવૂડના જાણીતા એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહૂજાનું વિવાહિત જીવન ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. ગોવિંદા અને તેમની આગામી ફિલ્મની કો-એક્ટ્રેસ કોમલરાની વચ્ચે અફેર હોવાની અફવાઓ વહેતી થતાં જ સુનિતા આહૂજાએ એક અત્યંત ભાવુક વીડિયો જાહેર કરીને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?

ગોવિંદા લગભગ 7 વર્ષના લાંબા સમય બાદ 'રૂપા' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં વાપસી કરી રહ્યો છે. આ ફિલ્મથી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ કોમલરાની અને ગોવિંદા તાજેતરમાં મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના દર્શન કરવા સાથે પહોંચ્યા હતા. ત્યારથી જ બંનેના રિલેશનશિપને લઈને બોલિવૂડમાં જાતજાતની અફવાઓ શરૂ થઈ ગઈ હતી.

કાલી મંદિરથી સુનિતાની ભાવુક અપીલ

આ તમામ ચર્ચાઓ વચ્ચે સુનિતા આહૂજાએ ફેમસ દક્ષિણેશ્વર કાલી મંદિરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પોતાની વ્યથા ઠાલવતા તેમણે કહ્યું કે, "મા કાલી જેમ રાક્ષસોનો નાશ કરે છે, તેમ મારા જીવનમાં આવી ગયેલા રાક્ષસોનો પણ સંહાર થાય. માત્ર પબ્લિસિટી મેળવવા માટે કેટલાક લોકો મારા વગર વાંકે હસતા-રમતા ઘરને તોડી રહ્યા છે."

મીડિયા અને Gen-Z પાસે મદદની ગુહાર

સુનિતાએ મીડિયાને હાથ જોડીને વિનંતી કરી છે કે માત્ર પબ્લિસિટી માટે બીજાના ઘર સાથે રમત રમતા લોકોને હાઈલાઈટ કે સપોર્ટ ન કરે. તેમણે આજની યુવા પેઢી અને મહિલાઓને તેમની પડખે ઊભા રહેવા અને આ મુશ્કેલ સમયમાં સપોર્ટ કરવા માટે હાકલ કરી છે.

વધુ વાંચો : અમારું અફેર...’ પત્ની સુનીતાને છોડીને રાની સાથે બાપ્પાના દર્શન કરતાં ગોવિંદા ટ્રોલ થયા, અભિનેતાએ ચર્ચા પર તોડ્યું મૌન

ગોવિંદાનો આ વિવાદ પર જવાબ

બીજી તરફ, આ અફેરની ચર્ચાઓ પર ગોવિંદાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમની પર્સનલ લાઈફ અને અંગત બાબતો સાથે કોઈને પણ કંઈ લેવાદેવા હોવી ન જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

affair Sunita Ahuja Govinda

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ