ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યાં ઉમેદવારો, ભાજપ સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર કરી શકે

ચૂંટણી / ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યાં ઉમેદવારો, ભાજપ સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર કરી શકે

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 10:03 AM, 25 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

ગાંધીનગર મનપા ચૂંટણી માટે કોગ્રેસ દ્વારા 19 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકી 25 ઉમેદવારોના નામની જાહેરાત મોડી સાંજ સુધી થઈ શકે છે. વોર્ડ નં 1માં 4 ઉમેદવારોના નામ, વોર્ડ નં 3માં 4 ઉમેદવારોના નામ, વોર્ડ નં 8માં 4 ઉમેદવારોના નામ અને વોર્ડ નં 10માં 4 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા પણ આજે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.

11 વોર્ડની 44 બેઠકો માટે યોજાશે ચૂંટણી

મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે.આ માટે ચાર દિવસથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે.ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયાથી લઈને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો પુર્ણ થઈ છે. ફોર્મમાં સૌથી વધુ ભાજપના નામે 83 ફોર્મ, કોંગ્રેસના નામે 20 ફોર્મ જ્યારે બાકીના 12 ફોર્મ આપ, અપક્ષ અને અન્ય રાજકીય પક્ષોના નામે ગયા હતા.ચાર દિવસમાં 411 ફોર્મ ચૂંટણી લડવા માટે થનગની રહેલાં ધૂરંધરો લઈ ગયા છે.

આમ આદમી પાર્ટીએ 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હવે આગામી દિવસોમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર થવાની શક્યતા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar GANDHINAGAR NEWS Gandhinagar Municipal Corporation election

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ