ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / લો બોલો, બાપુનગરના એક મકાનના પેટી પલંગમાંથી ₹ 46.60 લાખના દાગીનાની ચોરી

અમદાવાદ / લો બોલો, બાપુનગરના એક મકાનના પેટી પલંગમાંથી ₹ 46.60 લાખના દાગીનાની ચોરી

Published By: Vishal Khamar

Last Updated: 02:39 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બાપુનગરમાં રિઝવાન પઠાણના ઘરમાંથી ₹46.60 લાખના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા. બાપુનગર પોલીસે ઘરમાં આવન-જાવન સહિતના મુદ્દે તપાસ શરૂ કરી.

ADVERTISEMENT

બાપુનગરના સુંદરમનગરમાં રહેતા રિઝવાન પઠાણના ઘરમાંથી ૪૬.૬૦ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ગાયબ થવાની ચોરીની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. રિઝવાન જનતા ફ્રાય નામની હોટલ ચલાવે છે અને ત્રણ માળના મકાનમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવાર દ્વારા અલગ અલગ સમયે ખરીદવામાં આવેલા લાખો રૂપિયાના દાગીના તેમનાં પત્ની પેટી પલંગની અંદર બેગમાં રાખતાં હતાં. ઘરમાં રોકડ રકમ પણ પેટી પલંગમાં રાખવામાં આવતી હતી. પ્રસંગમાં જવા માટે રિઝવાનનાં ભાભીએ થોડા સમય પહેલાં દાગીના પહેરવા માટે લીધા હતા અને પ્રસંગ પૂરો થયા બાદ પરત આપી દીધા હતા. દાગીના પરત મળ્યા બાદ પત્નીએ તેને ફરી બેગમાં મૂકી પેટી પલંગમાં રાખી દીધા હતા.

થોડા સમય પહેલાં મુંબઈમાં રહેતો રિઝવાનનો મિત્ર ના‌સિરઅલી શેખ તેની પત્ની અને દીકરા-દીકરી સાથે ૧ર દિવસ માટે અમદાવાદ આવ્યો હતો. રિઝવાનના ઘરે પરિવાર સાથે રોકાવાની વ્યવસ્થા ન થતાં તેણે અ‌િજત ‌મિલ ત્રણ માળિયામાં નાસિર માટે રહેવાની વ્યવસ્થા કરી હતી, જોકે એક જ દિવસમાં નાસિરે ફોન કરીને ત્યાં આરામદાયક ન હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ નાસિરે પોતાની દીકરી અને દીકરાને રિઝવાનના ઘરે રહેવા માટે મોકલી દીધાં હતાં. બે દિવસ બાદ નાસિરે પોતાના પરિવારને લઈને રિઝવાનની કારમાં અજમેર ગયો હતો.

અજમેરથી પરત આવ્યા બાદ નાસિર પરિવાર સાથે ઓઢવ પોલીસ સ્ટેશન સામે આવેલી બાર્સેલોના હોટલમાં રોકાયો હતો. દરમિયાન નાસિરની બેગ રિઝવાનના ઘરે રહી ગઈ હોવાથી તે બેગ લેવા માટે ફરી રિઝવાનના ઘરે ગયો હતો. આ દરમિયાન ઘરમાં આવવા-જવાના કારણે તેને ઘર અને પેટી પલંગની વ્યવસ્થા અંગે જાણ થઈ હતી કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

રિઝવાન છેલ્લાં છ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યો છે. તબિયતને ધ્યાનમાં રાખીને ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી, જેથી રિઝવાન પત્ની સાથે ઉત્તરપ્રદેશમાં પોતાના ગામે ગયો હતો. થોડા દિવસ પહેલાં બંને અમદાવાદ પરત ફર્યાં હતાં. ત્યાર બાદ પત્નીને રૂપિયાની જરૂર પડતાં તેણે પેટી પલંગ ખોલ્યો હતો. બેગ તપાસતાં સોના-ચાંદીના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રિઝવાને બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

૪૬.૬૦ લાખના દાગીના ક્યાં ગયા?

રિઝવાનના પરિવાર દ્વારા અલગ અલગ સમયે ખરીદવામાં આવેલા કુલ ૪૬.૬૦ લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના પેટી પલંગમાં રાખવામાં આવ્યા હતા. પરિવાર બહાર ગયો ત્યારે દાગીના સલામત હોવાની ધારણા હતી, પરંતુ પરત આવ્યા બાદ પેટી પલંગમાંથી દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દાગીના છેલ્લે ક્યારે જોવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઘરમાં કોણ કોણ આવ્યું હતું અને પેટી પલંગ સુધી કોની પહોંચ હતી તેની તપાસ શરૂ કરી છે.

મિત્ર પરિવાર શંકાના દાયરામાં

રિઝવાનને શંકા છે કે મુંબઈથી આવેલા તેના મિત્ર નાસિરઅલી શેખ અને તેના પરિવારના સભ્યો દ્વારા દાગીનાની ચોરી કરવામાં આવી હોઈ શકે છે, જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈને આરોપી જાહેર કરવામાં આવ્યા નથી. ફરિયાદના આધારે પોલીસે નાસિરના પરિવારની હિલચાલ, અમદાવાદમાં રોકાણ, રિઝવાનના ઘરે આવવા-જવાના સમય તેમજ અજમેર ગયા બાદની વિગતો મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે, સાથે જ ઘરમાં અન્ય કોઈ વ્યક્તિની અવરજવર હતી કે કેમ તે પણ તપાસવામાં આવી રહ્યું છે.

એક જ મહિનામાં ૧.૩૩ કરોડની ચોરી

  • ભાડજના મકાનમાંથી ૧ર.૯પ લાખ
  • વિંઝોલના ફ્લેટમાંથી ૭.૬૩ લાખ
  • કાલુપુરની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ૪પ.ર૯ લાખ
  • ઘાટલોડિયામાંથી ૧૧.ર૮ લાખના સોના-ચાંદીના દાગીના
  • ચાંદખેડામાંથી પ.૭૮ લાખ
  • સેટેલાઈટના મકાનમાંથી ૩.૬ર લાખ
  • બાપુનગરના મકાનમાંથી ૪૬.૬૦ લાખના સોના-ચાંદીના દાગીના

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bapunagar police Ahmedabad theft case ₹46.60 lakh jewellery theft

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ