ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદના બાકરોલમાં પુત્રે પિતાની હત્યા કરી, કારણ જાણીને ચોંકી જશો, ન માન્યામાં આવે એવું
Last Updated: 03:21 PM, 22 September 2026
ADVERTISEMENT
કલિયુગમાં સંબંધો કેટલી હદે વેરવિખેર થઈ શકે તેનું ચોંકાવનારું ઉદાહરણ આણંદના બાકરોલમાંથી સામે આવ્યું છે જે પિતાએ દીકરાને ઉછેરીને મોટો કર્યો, એ જ પિતા પર દીકરાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો આરોપ છે. મામલો માત્ર એટલો હતો કે પુત્રના લગ્ન કરાવવાના મુદ્દે ઘરમાં વિવાદ થયો હતો. પરંતુ કહેવાય છે કે ગુસ્સામાં લેવાયેલો એક નિર્ણય આખા પરિવારની જિંદગી બદલી નાખે છે.
ADVERTISEMENT
પુત્રે કુહાડી વડે હુમલો કર્યો
બાકરોલના પ્રગતિનગર કોલોનીમાં રહેતા કાલુમિયા બેલીમ પર તેમના પુત્ર આશિકમિયાએ કુહાડી વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલામાં પિતાના નાક, આંખ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ કાલુમિયા બેલીમને તાત્કાલિક કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ADVERTISEMENT
બે દિવસ પછી પુત્રીના લગ્ન હતા
આ ઘટનાનો સૌથી કરુણ પાસું એ છે કે પરિવારના ઘરમાં થોડા જ દિવસોમાં ખુશીનો પ્રસંગ આવવાનો હતો.મૃતક કાલુમિયા બેલીમની પુત્રીના નિકાહ બે દિવસ બાદ થવાના હતા. પરંતુ નિકાહની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાએ આખા પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો. એક તરફ લગ્નની ખુશીઓ હતી અને બીજી તરફ ઘરમાં પિતાના મોતનો માતમ છવાઈ ગયો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાબરમતી જેલમાં કેદીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે આતંકીઓની વિચિત્ર ડિમાન્ડ
આરોપી પુત્રની ધરપકડ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં વલ્લભ વિદ્યાનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પુત્ર આશિકમિયાને ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.