ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 10 મિનિટમાં ડિલિવરીના નામે Blinkit ના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કેટલું યોગ્ય? જુઓ વાયરલ Video

સાવધાન / 10 મિનિટમાં ડિલિવરીના નામે Blinkit ના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કેટલું યોગ્ય? જુઓ વાયરલ Video

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 12:08 PM, 22 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં Blinkit પરથી ઓર્ડર કરેલી બ્રેડનું પેકેટ ખોલતા જ સડેલી અને ફૂગવાળી બ્રેડ મળી આવતા ગ્રાહકે સ્ટોર પર પહોંચીને જવાબદારી અને ફૂડ સેફ્ટી અંગે સવાલો ઉઠાવ્યા.

ADVERTISEMENT

સુરત: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને આરોગ્યને લઈને લોકોમાં જાગૃતિ વધી રહી છે, ત્યારે સુરતમાં ઓનલાઈન ગ્રોસરી ડિલિવરીને લઈને ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. Blinkit પરથી ઓર્ડર કરાયેલી બ્રેડનું પેકેટ ખોલતાં જ તેમાં મોટા પ્રમાણમાં ફૂગ જોવા મળતાં ગ્રાહક સ્ટોર પર પહોંચી ગયો હતો અને હોબાળો મચાવ્યો હતો.

ગ્રાહકના જણાવ્યા મુજબ, ડિલિવરી મળ્યાની ગણતરીની મિનિટોમાં જ પેકેટ ખોલવામાં આવ્યું હતું, ત્યારે બ્રેડની સ્લાઇસ પર ફૂગ લાગેલી અને બ્રેડ સડેલી હાલતમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે પેકેટ પર દર્શાવેલી એક્સપાયરી તારીખ હજુ બાકી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું.

સ્ટોર પર પહોંચીને જવાબ માગ્યો

બ્રેડની ગુણવત્તા અંગે ફરિયાદ કરવા ગ્રાહક સંબંધિત સ્ટોર પર પહોંચ્યો હતો. ત્યાં તેણે સ્ટોર મેનેજર અને સ્ટાફ સમક્ષ બ્રેડ બતાવી જવાબ માગ્યો હતો. જોકે, ગ્રાહકના આક્ષેપ મુજબ સ્ટોર તરફથી જવાબદારી સ્વીકારવાને બદલે તેને એપ મારફતે ફરિયાદ નોંધાવવા જણાવવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે સ્ટોર પર થોડા સમય માટે હોબાળો થયો હતો. ગ્રાહકે ખાદ્ય પદાર્થની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

એક્સપાયરી બાકી છતાં બ્રેડમાં ફૂગ કેવી રીતે?

સૌથી મોટો સવાલ એ છે કે જો પેકેટ પર એક્સપાયરી ડેટ બાકી હતી તો બ્રેડમાં આટલી મોટી માત્રામાં ફૂગ કેવી રીતે લાગી? બ્રેડના ઉત્પાદન બાદ તેના સંગ્રહ, તાપમાન, હેન્ડલિંગ અને ડિલિવરી દરમિયાન યોગ્ય પરિસ્થિતિ જળવાઈ હતી કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

ફૂડ સેફ્ટી વિભાગની કામગીરી સામે પણ સવાલ

ખાદ્ય પદાર્થોમાં ગુણવત્તા સંબંધિત આવી ફરિયાદો સામે સ્થાનિક ફૂડ સેફ્ટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર મામલે સંબંધિત બ્રેડના સેમ્પલની તપાસ થાય અને સંગ્રહ તથા વેચાણની પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચોઃ સાબરમતી જેલમાં કેદીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે આતંકીઓની વિચિત્ર ડિમાન્ડ

ફૂડ સેફ્ટી ઓફિસર બી. આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, અમને ત્રણથી ચાર વાગ્યાના સમય ગાળામાં ટેલીફોનિક ફરિયાદ મળી હતી જેના આધારે મેં અઠવા ઝોનના ફૂટ સેફ્ટી અધિકારીને ઘટના સ્થળે મોકલી આપ્યા હતા. જ્યાં તપાસ કરતાં બે કિલો જેટલો અખાદ્ય જતો મળી આવ્યો હતો, જેને ત્યાં જ નાશ કરવામાં આવ્યો હતો. રૂ.10,000નો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો સાથે જ તેને શો કોજ નોટિસ પણ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Food Safety Surat News Blinkit

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ