ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારા કામનું / આવતા સપ્તાહ આવી રહ્યાં છે 4 સ્માર્ટફોન્સ, ફીચર્સ એકેએકથી દમદાર, જુઓ લિસ્ટ
Last Updated: 06:44 PM, 19 September 2026
ADVERTISEMENT
નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આવતા સપ્તાહમાં અનેક નવા વિકલ્પો આવવાના છે. Lava, Realme, OnePlus અને Miviના 4 નવા સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાં મોટી બેટરીથી લઈને શાનદાર ડિસ્પ્લે અને દમદાર કેમેરા જેવા ફીચર્સ મળી શકે છે.જૂના ફોનથી કંટાળી ગયા છો અને નવા સ્માર્ટફોનમાં અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જોવી તમારા માટે ફાયદાકારક બની શકે છે. આવતા સપ્તાહે ભારતીય બજારમાં ચાર નવા સ્માર્ટફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. આ લિસ્ટમાં Lava Virat Curve, Realme 16 Pro 5G Harry Potter Edition, OnePlus N6 Lite 5G અને Mivi One 5G સામેલ છે. ચાલો જાણીએ આ ચારેય ફોનની લોન્ચ તારીખ, ખાસ ફીચર્સ, બેટરી, કેમેરા અને અન્ય વિગતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
Lava Virat Curve સ્માર્ટફોન ભારતમાં 21 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. આ ફોન ફ્લિપકાર્ટ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપની તેને હેરિટેજ ઇન્ડિગો અને મકરાના આઇવરી એમ બે કલર ઓપ્શનમાં રજૂ કરશે. ફોનની ડિઝાઇનમાં આગળ અને પાછળ બંને તરફ કર્વ્ડ પેનલ આપવામાં આવશે. પાછળની બાજુ વેગન લેધર ફિનિશ મળશે, જ્યારે જમણી બાજુ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ આપવામાં આવશે. ફોન ધૂળ અને પાણીના છાંટાથી સુરક્ષિત રહે તે માટે IP64 રેટિંગ સાથે આવશે.આ ફોનની ખાસિયત તેનો પાછળનો કેમેરા મોડ્યુલ હશે, જેમાં ડ્યુઅલ રિયર કેમેરા અને LED ફ્લેશની સાથે એક નાની મિની ડિસ્પ્લે પણ આપવામાં આવશે. આ ડિસ્પ્લે પર Lavaનો લોગો, વોલ્યુમ લેવલ, બેટરી સ્ટેટસ, ઇમોજી, સમય, કસ્ટમ મેસેજ અને નોટિફિકેશન જોઈ શકાશે. ફોનમાં 6.67 ઇંચની 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને ઓક્ટા-કોર MediaTek Dimensity 7100 ચિપસેટ મળશે. તેમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવશે. ફોટોગ્રાફી માટે 50MPનો મુખ્ય રિયર કેમેરા મળશે. ફોનમાં 6000mAhની બેટરી હશે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. આ સ્માર્ટફોન Android 16 સાથે આવશે અને તેને બે વર્ષના OS અપગ્રેડ તેમજ ત્રણ સિક્યોરિટી અપડેટ્સ મળશે.

ADVERTISEMENT
Realme 16 Pro 5G Harry Potter Edition પણ ભારતમાં 21 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. આ ફોન માટે ફ્લિપકાર્ટ પર માઇક્રોસાઇટ પણ લાઇવ કરવામાં આવી છે, જેમાં તેની ડિઝાઇનની ઝલક જોવા મળી છે. ફોનમાં બ્રાઉન લેધર ફિનિશ અને પાછળની બાજુ આર્ગિલ ટેક્સચરવાળી પેનલ આપવામાં આવશે, જે વિઝાર્ડ્સ ચેસથી પ્રેરિત છે. તેનો રિયર કેમેરા મોડ્યુલ હેરી પોટરના ઘુવડ હેડવિગથી પ્રેરિત છે અને કેમેરા લેન્સ ઘુવડની આંખો જેવા દેખાય છે.
ADVERTISEMENT

કંપની આ ફોન સાથે હોગવર્ટ્સ થીમવાળું લિમિટેડ એડિશન ગિફ્ટિંગ બોક્સ પણ આપશે. આ બોક્સની માત્ર 5,000 યુનિટ જ વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. હેરી પોટરના જાણીતા ટ્રંક જેવી ડિઝાઇન ધરાવતા આ બોક્સમાં હોગવર્ટ્સ વેલકમ પેક અને ખાસ મર્ચેન્ડાઇઝ મળશે. તેમાં હોગવર્ટ્સનું એક્સેપ્ટન્સ લેટર, ટ્રેન ટિકિટ, હોગવર્ટ્સ ક્રેસ્ટવાળા બુકમાર્ક, કેરેક્ટર પોસ્ટકાર્ડ, હોગવર્ટ્સ લોગોવાળો ફોન કેસ અને ફોન પિન સામેલ હશે.
ADVERTISEMENT
ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 144Hz રિફ્રેશ રેટ અને 6500 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ ધરાવતી AMOLED ડિસ્પ્લે મળવાની શક્યતા છે. ફોન MediaTek Dimensity 7300 Max ચિપસેટથી સજ્જ હશે. તેમાં 7000mAhની બેટરી મળશે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોટોગ્રાફી માટે 200MPનો મુખ્ય રિયર કેમેરા અને 8MPનો અલ્ટ્રાવાઇડ કેમેરા મળી શકે છે. સેલ્ફી માટે 50MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. જોકે કંપનીએ હજુ સુધી આ એડિશનના તમામ ફીચર્સની સત્તાવાર પુષ્ટિ કરી નથી. માનવામાં આવે છે કે તેમાં ભારતમાં જાન્યુઆરીમાં લોન્ચ થયેલા સ્ટાન્ડર્ડ મોડલ જેવા જ હાર્ડવેર મળી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ IT રિટર્ન ભર્યા બાદ પણ રિફન્ડ નથી મળ્યું? તો ક્યાંક આ ભૂલ તો નથી કરી ને
OnePlus N6 Lite 5G ભારતમાં 22 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. આ સ્માર્ટફોન મિડનાઇટ હાઇપ અને નિયો ગ્રીન એમ બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. લોન્ચ થયા બાદ ગ્રાહકો તેને OnePlusના ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર અને Amazon પરથી ખરીદી શકશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7000mAhની બેટરી હશે. કંપનીનો દાવો છે કે એકવાર ચાર્જ કર્યા બાદ ફોન ત્રણ દિવસ સુધીની બેટરી લાઇફ આપી શકે છે.
કંપનીના જણાવ્યા અનુસાર ફોનમાં એકવાર ચાર્જ કર્યા બાદ 26.8 કલાક સુધી વીડિયો પ્લેબેક, Google Maps દ્વારા 29.9 કલાક સુધી નેવિગેશન અને 49.7 કલાક સુધી કોલિંગ કરી શકાશે. તેમાં રિવર્સ વાયર્ડ ચાર્જિંગની સુવિધા પણ મળશે, જેના દ્વારા યુઝર્સ બીજા ડિવાઇસ અને ઓડિયો પ્રોડક્ટ્સને ચાર્જ કરી શકશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે 1600 ચાર્જિંગ સાયકલ માટે ટેસ્ટ કરાયેલો આ ફોન છ વર્ષના ઉપયોગ બાદ પણ તેની મૂળ બેટરી હેલ્થ 80 ટકાથી વધુ જાળવી શકે છે.
ડિસ્પ્લેની વાત કરીએ તો OnePlus N6 Lite 5Gમાં 6.75 ઇંચની ફ્લેટ ડિસ્પ્લે મળશે, જે 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. તેમાં એક્વા ટચ ફીચર પણ હશે, જેના કારણે ભીની કે ભેજવાળી આંગળીઓથી પણ ફોનનો ઉપયોગ કરી શકાશે. સ્ક્રીન પર ભેજ અથવા તેલ હોય તો પણ ટચનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત ફોનમાં MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલિટી મળવાનો દાવો કરવામાં આવ્યો છે. ફોનની જાડાઈ 8.95mm અને વજન આશરે 215 ગ્રામ હશે.
Mivi One 5G સ્માર્ટફોન 24 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય બજારમાં લોન્ચ થવા જઈ રહ્યો છે. કંપનીએ ફ્લિપકાર્ટ પર તેની માઇક્રોસાઇટ દ્વારા કેટલાક ફીચર્સની પુષ્ટિ કરી છે. આ ફોનમાં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ અને Snapdragon ચિપસેટ આપવામાં આવશે. ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે, જેમાં 50MPનો મુખ્ય કેમેરા સેન્સર સામેલ હશે. આ સ્માર્ટફોન બ્લૂ, ગ્રીન અને પર્પલ એમ ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે.
Mivi આ ફોન સાથે Mivi Care+ નામનો આફ્ટર-સેલ્સ પ્રોગ્રામ પણ રજૂ કરી રહી છે. આ પ્રોગ્રામ ફોન ખરીદનારા તમામ ગ્રાહકોને મફતમાં મળશે અને તેના માટે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. જોકે કંપનીએ હજુ સુધી ફોનના પ્રોસેસર, બેટરી, ડિસ્પ્લે અને અન્ય ફીચર્સની સંપૂર્ણ વિગતો જાહેર કરી નથી. લોન્ચ સમયે આ અંગે વધુ માહિતી સામે આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો