ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IT રિટર્ન ભર્યા બાદ પણ રિફન્ડ નથી મળ્યું? તો ક્યાંક આ ભૂલ તો નથી કરી ને

તમારા કામનું / IT રિટર્ન ભર્યા બાદ પણ રિફન્ડ નથી મળ્યું? તો ક્યાંક આ ભૂલ તો નથી કરી ને

Published By: Jinal Chauhan

Last Updated: 06:29 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યા બાદ રિફંડની રાહ જોઈ રહ્યા છો, પરંતુ હજુ સુધી ખાતામાં પૈસા આવ્યા નથી, તો આ સમાચાર તમારા કામના છે. રિટર્નમાં કેટલીક સામાન્ય ભૂલોને કારણે રિફંડ અટકી શકે છે અથવા તેમાં વિલંબ થઈ શકે છે.

ADVERTISEMENT

ITR ફાઇલ કર્યા બાદ દરેક ટેક્સપેયરને રિફંડ તરત જ મળી જાય એવું નથી. ઘણી વખત રિટર્નનું પ્રોસેસિંગ બાકી હોવાને કારણે પૈસા આવવામાં સમય લાગે છે. ટેક્સ ક્રેડિટમાં તફાવત, બેંક ખાતાની ખોટી વિગતો કે PAN સંબંધિત સમસ્યાઓ પણ રિફંડમાં અડચણ ઊભી કરી શકે છે. જો તમારું રિફંડ હજુ સુધી આવ્યું નથી, તો આ બાબતો તપાસવી જરૂરી છે.

ITR રિફંડ અટક્યું છે? આ 5 ભૂલોને કારણે થઈ શકે છે વિલંબ

ITRનું પ્રોસેસિંગ હજુ બાકી છે

રિફંડ ન મળવાનું એક સામાન્ય કારણ રિટર્નનું પ્રોસેસિંગ બાકી હોવું છે. જો તમે ITR ફાઇલ કર્યા બાદ ઈ-વેરિફિકેશન પણ કરી લીધું હોય તો પણ રિફંડ તરત જ મંજૂર થઈ જાય એવું નથી. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર ઈ-વેરિફિકેશન બાદ સામાન્ય રીતે રિફંડ ખાતામાં જમા થવામાં 4થી 5 અઠવાડિયાં લાગી શકે છે. તમે ઇન્કમ ટેક્સના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર લોગિન કરીને e-File, Income Tax Returns અને View Filed Returns પર જઈને રિટર્નનું સ્ટેટસ ચેક કરી શકો છો.

ITR-COVER

ટેક્સ ક્રેડિટની વિગતોમાં તફાવત

તમારા ITRમાં ક્લેમ કરવામાં આવેલા ટેક્સ ક્રેડિટ અને આવકવેરા વિભાગ પાસે ઉપલબ્ધ વિગતો વચ્ચે તફાવત હોય તો રિટર્નના પ્રોસેસિંગમાં વિલંબ થઈ શકે છે. દાખલા તરીકે, TDS અથવા અન્ય ટેક્સ પેમેન્ટની વિગતો રિટર્નમાં દર્શાવેલી માહિતી સાથે મેળ ન ખાતી હોય તો તેની અસર રિફંડ પર પડી શકે છે. આવી સ્થિતિમાં રિટર્નમાં દર્શાવેલી વિગતો અને વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી સરખાવી લેવી જરૂરી છે. જો કોઈ ભૂલ જણાય તો તેના માટે યોગ્ય સુધારાની પ્રક્રિયા તપાસવી જોઈએ.

અગાઉના વર્ષનો ટેક્સ બાકી હોય

જો અગાઉના એસેસમેન્ટ યરમાં તમારે કોઈ ટેક્સ ભરવાનો બાકી હોય તો તેની અસર ચાલુ વર્ષના રિફંડ પર પડી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા બાકી ટેક્સની માંગ સામે રિફંડની રકમ એડજસ્ટ કરવામાં આવી શકે છે. જો વિભાગ તરફથી બાકી રકમ અંગે નોટિસ મળી હોય તો તેને અવગણવાને બદલે તેની વિગતો તપાસવી જોઈએ. જો તમને લાગે કે બાકી ટેક્સની માંગ ખોટી છે તો સમયસર તેનો જવાબ આપવો જરૂરી છે. આમ કરવાથી રિફંડ સંબંધિત સમસ્યાને સમજવામાં અને યોગ્ય પગલાં લેવામાં મદદ મળી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ મુસાફરીમાં ઉલટી કે ચક્કર આવે છે? ટ્રિપ પર નીકળતા પહેલા બેગમાં રાખી લો આ 4 વસ્તુઓ, સફર બનશે આરામદાયક

બેંક ખાતાની વિગતોમાં ભૂલ

ઘણી વખત રિફંડ મંજૂર થઈ ગયું હોવા છતાં બેંક ખાતામાં પૈસા જમા થતા નથી. તેનું કારણ બેંક ખાતાનું પ્રી-વેલિડેશન ન થયું હોવું, ખાતું બંધ થઈ જવું, ખોટો IFSC કોડ અથવા PAN અને બેંક ખાતામાં નામની વિગતો વચ્ચે તફાવત હોઈ શકે છે. આવી સ્થિતિમાં ઈ-ફાઇલિંગ પોર્ટલ પર તમારા બેંક ખાતાની વિગતો અને વેલિડેશન સ્ટેટસ તપાસો. જો રિફંડ ફેલ થયું હોય તો યોગ્ય બેંક ખાતું વેલિડેટ કરીને રિફંડ રિ-ઇશ્યૂ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે.

PAN ઇનઓપરેટિવ હોવું

જો તમારું PAN ઇનઓપરેટિવ થઈ ગયું હોય તો પણ રિફંડ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. આવકવેરા વિભાગના પોર્ટલ મુજબ ઇનઓપરેટિવ PANના કિસ્સામાં રિફંડ ફેલ થઈ શકે છે. તેથી તમારા PANનું સ્ટેટસ તપાસવું જરૂરી છે. જો PAN આધાર સાથે લિંક ન હોવાને કારણે ઇનઓપરેટિવ થયું હોય તો તેને ફરીથી એક્ટિવ કરાવવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. PAN એક્ટિવ થયા બાદ રિફંડ સંબંધિત સ્ટેટસ પણ તપાસી લેવું જોઈએ.

pan-card

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 15 ટકાથી વધુનો વધારો

ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બરના મધ્ય સુધી ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આપેલી માહિતી અનુસાર, 1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 14,32,437 કરોડ રહ્યું છે. ગયા નાણાકીય વર્ષની સમાન સમયગાળાની સરખામણીએ તેમાં 15.19 ટકાનો વધારો થયો છે.આ સમયગાળા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલા રિફંડમાં પણ 29.19 ટકાનો વધારો થયો છે અને તે રૂ. 2,20,027 કરોડ સુધી પહોંચ્યું છે. બીજી તરફ, નેટ ટેક્સ કલેક્શન રૂ. 12,12,411 કરોડ નોંધાયું છે, જે વાર્ષિક ધોરણે 12.96 ટકા વધારે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Income Tax Refund ITR Refund Delay ITR Filing Mistakes

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ