ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગૌરવ પથને જોડતા રોડમાં ગાબડું નહીં, સીધી તિરાડો! 2 વર્ષમાં જ RCC રોડ ફાટ્યો

સુરત / ગૌરવ પથને જોડતા રોડમાં ગાબડું નહીં, સીધી તિરાડો! 2 વર્ષમાં જ RCC રોડ ફાટ્યો

Published By: Vishal Khamar
Reported By: Nirmal Patel

Last Updated: 12:00 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પાલનપુરમાં ગૌરવ પથને જોડતા ₹11 કરોડના RCC રોડ પર DLP પીરિયડમાં જ તિરાડો પડી છે. પૂર્વ કોર્પોરેટર ઊષા પટેલે લેખિત ફરિયાદ કરી છે.

ADVERTISEMENT

સુરત: પાલનપુર વિસ્તારમાં ગૌરવ પથને જોડતા અંદાજે રૂ.11 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા RCC રોડમાં માત્ર બે વર્ષમાં જ તિરાડો પડી જતાં કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આશરે 800 મીટર લાંબા આ રોડમાં અનેક સ્થળે વચ્ચેથી રોડ ફાટી ગયો હોય તેમ ક્રેક જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે રોડ હાલ પણ DLP (Defect Liability Period)માં હોવા છતાં તંત્ર દ્વારા જરૂરી રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી નથી.

રોડમાં પડેલી તિરાડોના કારણે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ક્રેક મારફતે જમીનમાં ઉતરી રહ્યું છે. જેના કારણે રોડની નીચેની માટી પોચી થવાની શક્યતા વધી રહી છે અને ભવિષ્યમાં રોડને વધુ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પૂર્વ કોર્પોરેટરે લેખિત ફરિયાદ કરી

આ સમગ્ર મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર ઊષા પટેલે તંત્રને લેખિતમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં રોડની ગુણવત્તા, સમયગાળા અને હાલની સ્થિતિ અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

DLP દરમિયાન જ રોડમાં ખામી સામે આવી

રૂ.11 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રોડમાં બે વર્ષના સમયગાળામાં જ તિરાડો પડવી અને તે પણ DLP પીરિયડ દરમિયાન હોવાને કારણે કોન્ટ્રાક્ટર પાસેથી જવાબદારી નક્કી કરીને ખામી દૂર કરાવવાની કામગીરી થવી જરૂરી હોવાનું ફરિયાદમાં રજૂ કરવામાં આવ્યું છે.

સ્થાનિક સ્તરે પણ સવાલ ઉઠી રહ્યા છે કે રોડની સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી હોવા છતાં તંત્ર દ્વારા સમયસર રિપેરિંગ કેમ કરવામાં આવી રહ્યું નથી. જો ક્રેકમાંથી સતત વરસાદી પાણી જમીનમાં ઉતરતું રહેશે તો રોડના બેઝને નુકસાન થવાની શક્યતા પણ રહેલી છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય: માર્ગ-મકાન વિભાગની ટેન્ડર પ્રક્રિયાની સમયમર્યાદા નક્કી

હવે તંત્ર દ્વારા આ રોડની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે કે નહીં અને DLP હેઠળ જવાબદાર એજન્સી પાસેથી રોડનું રિપેરિંગ કરાવવામાં આવે છે કે નહીં, તે જોવાનું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

₹11 crore road Surat Surat Palanpur road cracks Gaurav Path road

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ