ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ટ્રેનમાં ટિકિટ વગર પકડાયેલી યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, દંડથી બચવા પોતે જ ફાડ્યા કપડાં

Video / ટ્રેનમાં ટિકિટ વગર પકડાયેલી યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા, દંડથી બચવા પોતે જ ફાડ્યા કપડાં

Published By: Pravin Joshi

Last Updated: 09:21 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરી રહેલી એક યુવતી પાસેથી TTE એ દંડ માગતાં તેણે ભારે હોબાળો મચાવ્યો હતો. કાર્યવાહીથી બચવા માટે યુવતીએ જાતે જ પોતાના કપડાં ફાડી નાખી TTE પર છેડતીનો ખોટો આરોપ લગાવ્યો હતો.

ADVERTISEMENT

એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અને રેલવે સ્ટાફ ત્યારે અવાક રહી ગયા જ્યારે ટિકિટ વગર પ્રવાસ કરતી એક યુવતીએ TTE ના દંડથી બચવા માટે હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ કર્યો હતો. ચેકિંગ દરમિયાન ટિકિટ કે દંડ આપવાનો ઇનકાર કરીને યુવતીએ પોતાના જ વસ્ત્રો ફાડી નાખ્યા હતા અને TTE સામે છેડતીના ખોટા આરોપો લગાવી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

TTE ની સતર્કતાએ બચાવી લીધી નોકરી

ઘટનાની વિગતો મુજબ, ટ્રેનમાં ચેકિંગ ડ્યુટી પર રહેલા TTE એ નિયમ મુજબ યુવતી પાસે ટિકિટની માગણી કરી હતી. યુવતી પાસે ટિકિટ ન હોવાથી તેને નિયમાનુસાર દંડ ભરવા જણાવાયું હતું. દંડ ભરવાને બદલે યુવતીએ પોતાનો ભાઈ રેલવેમાં જ નોકરી કરતો હોવાની રોફદાર ધમકીઓ આપી હતી. TTE એ કાયદા મુજબ કામ ચાલુ રાખતાં યુવતીએ પોતાના કપડાં ફાડી નાખ્યા હતા અને TTE એ તેની સાથે અશ્લીલ વર્તન કર્યું હોવાનો આરોપ લગાવી ૧૩૯ હેલ્પલાઈન પર ફરિયાદ કરવાની ધમકી આપી હતી. પરંતુ TTE એ સમયસૂચકતા વાપરીને શરૂઆતથી જ આ સમગ્ર ઘટનાક્રમ પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયો રેકોર્ડિંગને કારણે મહિલાની તમામ બનાવટી હરકતો અને ખોટા આરોપો કેમેરામાં કેદ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ''સરકારી કર્મચારીને 3 મહિનાથી વધારે...'', હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો

રેલવે એક્શનમાં અને નેટિઝન્સનો આક્રોશ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વાયરલ થતાં જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં યુવતી પોતાનું નામ રાધિકા તિવારી બતાવી રહી છે. ઘટના વાયરલ થતાં જ ‘રેલવે સેવા’ ના સત્તાવાર એકાઉન્ટ તરફથી ટ્વીટ કરીને વિગતો માગવામાં આવી છે અને કડક તપાસની ખાતરી આપવામાં આવી છે. બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સે TTE ના બચાવમાં આવીને આવી મહિલાઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ViralVideo Train Ticketless Woman Drama SocialMediaViral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ