ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સ્કૂલેથી ઘરે જતી 7 વર્ષની બાળકી સાથે અશ્લીલ ચેનચાળા કર્યાં , 22 વર્ષીય યુવકની ધરપકડ
Last Updated: 07:04 PM, 19 September 2026
ADVERTISEMENT
અમદાવાદના દાણીલીમડામાં એક યુવકની અશ્લીલ હરકતો સામે આવી છે. 22 વર્ષીય યુવકે સ્કૂલેથી ઘરે જતી બાળકી સામે આરોપીએ અશ્લીલ કૃત્ય કર્યું. બાળકીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
7 વર્ષની બાળકીને પ્રાઈવેટ પાર્ટ દેખાડ્યો
આરોપી બિલાલ અલીહુસેન શેખની અશ્લીલ કૃત્ય કરવા પોકસોના ગુનામાં દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે..આરોપીએ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સાત વર્ષની માસૂમ બાળકી સાથે અશ્લીલ હરક્ત કરી હતી.. બાળકી સ્કૂલેથી છૂટીને પોતાના ઘરે જઈ રહી હતી... તે દરમિયાન રસ્તામાં આરોપી બિલાલે તેની સામે અશ્લીલ ચેનચાળા કર્યા..આરોપીએ બાળકી સામે પોતાનો પ્રાઈવેટ પાર્ટ દેખાડી અશ્લીલ હરકત કરી હતી. આરોપીની હરકતથી બાળકી ગભરાઈ ગઈ હતી..જોકે ઘરે પહોંચ્યા બાદ તેણે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરી હતી..બાળકીની વાત સાંભળીને પરિવારજનોએ દાણીલીમડા પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી..ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.. અને આરોપી તરીકે 22 વર્ષીય બિલાલ અલી હુસેન શેખની ઓળખ થતા દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આરોપી કારખાનાનો મજૂર
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બિલાલ અલીહુસેન શેખ મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી આરોપી છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં રહેતો હતો અને દાણીલીમડા વિસ્તારમાં કારખાનામાં મજૂરી કરતો હતો.. આરોપી માનસિક વિકૃત હોવાથી બાળકી સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે જઈ રહી હતી ત્યારે તેનો પીછો કર્યો હતો.. બાળકી અને આરોપી નજીક માં જ રહેતા હતા..જેથી આરોપીને સ્કૂલેથી છૂટવાનો સમય ખબર હતો. બાળકીની એકલતાનો લાભ લઈને તેને અશ્લીલ કૃત્ય કર્યું હતું..પરંતુ બાળકીની હિંમતએ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.