ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં બિઝનેસમેનની 15 વર્ષીય પુત્રીએ સ્કૂલેથી ઘરે આવી બિલ્ડીંગના પાંચમા માળેથી છલાંગ લગાવી

દર્દનાક / વડોદરામાં બિઝનેસમેનની 15 વર્ષીય પુત્રીએ સ્કૂલેથી ઘરે આવી બિલ્ડીંગના પાંચમા માળેથી છલાંગ લગાવી

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 04:22 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં એક બિઝનેસમેનની 15 વર્ષની પુત્રીએ તેની બિલ્ડિંગના 5મા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

ADVERTISEMENT

વડોદરાના માંજલપુરમાં એક બિઝનેસમેનની 15 વર્ષની પુત્રીએ સ્કૂલેથી ઘેર આવીને પોતાની બિલ્ડિંગના 5મા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. સપ્ટેમ્બરના બપોરના સમયે સ્કૂલેથી પરત આવીને તરત તેણે આ પગલું ભર્યું હતું. વિદ્યાર્થિની વડસર બ્રિજ પાસેની જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. માથામાં ગંભીર ઈજાઓ થતા વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાસ્થળે જ મોત

આ ઘટના બાદ લોકો દાડી આવ્યાં હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

રાજકોટ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીનીનો આપઘાત

રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે 10 વાગ્યે હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો જે બાદ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ અને 108 ટિમ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો : 'શેરબજારમાં સારુ વળતર મળશે' ફસાવીને મોરબીના યુવાન સાથે 86.25 લાખની ઠગાઈ, ચેતજો આવા કૌભાંડથી

આત્મહત્યાનું કારણ અકબંધ

યુનિવર્સીટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશએ જણાવ્યું હતું કે, મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય સૌબર્નિકા વ્યંકટેશ અલ્લાએ આજે સવારે મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની એ વિંગના 10માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતા તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. સૌબર્નિકા અમારી યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર એન્જીનીયર માં AI બેઝ અભ્યાસ કરતી હતી પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ હાલમાં તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે કોઈ માહિતી નથી હાલ પોલીસ તપાસ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ