ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદીઓને ફ્લાવર શો મોંઘો પડશે, સુંદર દેખાડવા માટે AMC કરશે અધધધ ખર્ચો
Last Updated: 01:28 PM, 19 September 2026
ADVERTISEMENT
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શો-૨૦૨૭ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ફ્લાવર શોમાં વિવિધ જાતનાં ફૂલો અને છોડથી વિશાળ ડિસ્પ્લે તૈયાર કરવા માટે કોર્પોરેશન અંદાજે રૂ. ૭.૯૬ કરોડનો ખર્ચ કરશે. તેમાં સૌથી મોટો હિસ્સો એટલે કે રૂ. ૬.૪૪ કરોડથી વધુનો ખર્ચ માત્ર સિઝનલ અને એક્ઝોટિક છોડ-રોપાની ખરીદી પાછળ કરવામાં આવશે.
ADVERTISEMENT
ફ્લાવર શો માટે વિવિધ રંગો અને જાતોનાં સિઝનલ છોડ, કૂંડા સાથેના એક્ઝોટિક એટલે કે વિદેશી જાતના છોડ તથા વિવિધ પ્રકારની કેવિટી ટ્રેની વ્યવસ્થા કરવામાં આવશે. અગાઉના અમદાવાદ ફ્લાવર શોમાં પણ દેશ-વિદેશની વિવિધ જાતોના છોડ, ફૂલછોડ, બોન્સાઈ, કેક્ટસ સહિતની વનસ્પતિઓનું પ્રદર્શન થતું આવ્યું છે.
છોડ ઉપરાંત સમગ્ર પ્રદર્શન વિસ્તારને તૈયાર કરવા માટે ૪૦ એમએમની આર્ટિફિશિયલ કારપેટ લોન, આર્ટિફિશિયલ કલરિંગ ફ્લાવર્સ અને કેમલ કારપેટનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે અંદાજે રૂ. ૪૪.૧૦ લાખનો ખર્ચ થશે. ડિસ્પ્લે સ્ટ્રક્ચરમાં ગ્રીન મોસ અને લો-ઈસી કમ્પ્રેસ્ડ કોકોપીટ માટે વધુ રૂ. ૩૨.૫૦ લાખની વ્યવસ્થા કરવામાં આવશે.
ADVERTISEMENT
ફ્લાવર શો માટે વિવિધ ડિસ્પ્લે અને પ્લાન્ટેશન એરિયા તૈયાર કરવા ફળદ્રુપ માટી (Good Earth/Fertile Soil) તથા નદીનો કાંપ માટી પણ ઉપયોગમાં લેવાશે. આ કામગીરી માટે અંદાજે રૂ. ૫૪.૩૧ લાખનો ખર્ચ રાખવામાં આવ્યો છે. હાલ આ સામગ્રીની વ્યવસ્થા સાથે ડિસ્પ્લે એરિયા તૈયાર કરવાની પૂર્વતૈયારીઓ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત ફ્લાવર શોના વિવિધ ડિસ્પ્લે તૈયાર કરવા માટે માળીઓ અને ગાર્ડનિંગ વર્કની કામગીરી માટે અંદાજે રૂ. ૨૧.૩૯ લાખનો ખર્ચ થશે. આમ, છોડ-રોપા ઉપરાંત લોન, મોસ, કોકોપીટ, માટી અને ગાર્ડનિંગ સહિતની તૈયારીઓ પાછળ કુલ ખર્ચ રૂ. ૭.૯૬,૭૬,૧૮૦ સુધી પહોંચે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વરસાદમાં HSRP નંબર પ્લેટ ખોવાઈ ગઈ? જાણો નવી પ્લેટ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા
છોડ ક્યાંથી આવશે?
ADVERTISEMENT
હાલ ઉપલબ્ધ વિગતોમાં એએમસીએ કયા ચોક્કસ શહેર, નર્સરી કે સપ્લાયર પાસેથી છોડ-રોપા ખરીદવાના છે તેની સ્પષ્ટ માહિતી જાહેર કરેલી નથી. તેથી આ તબક્કે છોડ અમદાવાદની નર્સરીમાંથી આવશે કે ગુજરાત/અન્ય રાજ્યોમાંથી મંગાવવામાં આવશે તે કહેવું વહેલું રહેશે. જોકે ખરીદવાના છોડમાં સિઝનલ તેમજ એક્ઝોટિક જાતોનો સમાવેશ થવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.