ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / લો બોલો, Zeptoના ગોડાઉનમાંથી મળી આવી એક્સપાયરી ડેટની વસ્તુઓ

કાર્યવાહી / લો બોલો, Zeptoના ગોડાઉનમાંથી મળી આવી એક્સપાયરી ડેટની વસ્તુઓ

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 10:21 AM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ગોરાટમાં ઝેપ્ટોના ડાર્ક સ્ટોર પર SMCના દરોડામાં 60 લિટર એક્સપાયર્ડ સુમુલ છાશ અને વાસી બ્રેડ મળી. ઝેપ્ટોને ₹25,000નો દંડ ફટકારાયો.

ADVERTISEMENT

સુરતમાં ઓનલાઇન ક્વિક-ડિલિવરી એપ મારફતે ગણતરીની મિનિટોમાં ખાણીપીણીનો સામાન મંગાવતા ગ્રાહકો માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમે ગોરાટ વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટી ખાતે ઝેપ્ટોના સપ્લાય ગોડાઉન (ડાર્ક સ્ટોર) પર અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગોડાઉનમાં મુદતવીતી તેમજ ગુણવત્તા ગુમાવી ચૂકેલી ખાદ્યસામગ્રી મળી આવતાં અધિકારીઓએ કાર્યવાહી કરી હતી.

ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમ પહોંચી

મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્તરેથી મળેલી ફરિયાદોના આધારે પાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓએ ગોડાઉનની તપાસ કરી હતી. આ દરમિયાન ઓનલાઇન ઓર્ડર મળ્યા બાદ ગ્રાહકોને મોકલવા માટે રાખવામાં આવેલા ખાદ્યપદાર્થોમાં તારીખ વીતી ગયેલી છાશ અને વાસી બ્રેડના પેકેટ મળી આવ્યા હતા. તપાસમાં સામગ્રીની સંગ્રહ વ્યવસ્થા અને સ્વચ્છતાને લઈને પણ નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા હતા.

60 લિટર એક્સપાયર્ડ છાશ જપ્ત

ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાંથી વેચાણ માટે રાખવામાં આવેલું આશરે 60 લિટર સુમુલ છાશનું એક્સપાયર્ડ સ્ટોક શોધી કાઢ્યું હતું. આ ઉપરાંત તારીખ વીતી ગયેલી અને ખાવાલાયક ન રહેલી બ્રેડના પેકેટો પણ મળી આવ્યા હતા. ગ્રાહકો સુધી આ સામગ્રી પહોંચે નહીં તે માટે અધિકારીઓએ અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો.

ઝેપ્ટો સામે ₹25 હજારની કાર્યવાહી

ખાદ્યસામગ્રીના સંગ્રહ અને સ્વચ્છતા સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ પાલિકાએ ઝેપ્ટો લિમિટેડ સામે કાર્યવાહી કરી ₹25,000નો દંડ વસૂલ્યો હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત ગોડાઉનમાં જરૂરી સ્વચ્છતા અને ખાદ્યસામગ્રીના સંગ્રહના ધોરણોનું પાલન ન કરવા બદલ કંપનીના સંચાલકોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે.

ક્વિક ડિલિવરી વચ્ચે ફૂડ સેફ્ટી પર સવાલ

ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ પર ઓર્ડર કર્યા બાદ થોડી જ મિનિટોમાં સામાન ગ્રાહકોના ઘરે પહોંચે છે. આવી સ્થિતિમાં ગોડાઉનમાં ખાદ્યસામગ્રીની એક્સપાયરી, ગુણવત્તા અને સ્ટોરેજની નિયમિત ચકાસણી કેટલી મહત્વપૂર્ણ છે તે આ ઘટનાથી ફરી સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ આ વર્ષે નવરાત્રીએ ઐશ્વર્યા અમદાવાદીઓને ડોલાવશે, તો કીર્તિદાન-કિંજલ ક્યાં રમઝટ બોલાવશે?

અગાઉ સુરતમાં અન્ય ક્વિક-ડિલિવરી પ્લેટફોર્મને લઈને ખાદ્યસામગ્રીની ગુણવત્તા અંગે ફરિયાદો સામે આવી હતી. હવે ઝેપ્ટોના ડાર્ક સ્ટોરમાં મળેલા જથ્થા બાદ પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી પર નજર રહેશે. પાલિકા દ્વારા આગામી દિવસોમાં આવા ગોડાઉન અને ઓનલાઇન ફૂડ સપ્લાય ચેઇન સામે તપાસ વધુ કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

expired food seized Surat Zepto raid Surat Zepto dark store Surat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ