ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વજન વધતાં ટ્રોલ થઈ કટરીના કૈફ, સપોર્ટમાં આવ્યો 'ઝીંદગી ના મિલેગી દોબારા'નો કો-સ્ટાર હૃતિક રોશન

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / વજન વધતાં ટ્રોલ થઈ કટરીના કૈફ, સપોર્ટમાં આવ્યો 'ઝીંદગી ના મિલેગી દોબારા'નો કો-સ્ટાર હૃતિક રોશન

Last Updated: 11:39 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

માતૃત્વ ધારણ કર્યા બાદ વધેલા વજનને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહેલી બોલિવૂડ એક્ટ્રેસ કટરીના કૈફના સમર્થનમાં સુપરસ્ટાર હૃતિક રોશન આવ્યો છે.

1/5

photoStories-logo

1. વજન વધતાં ટ્રોલ થઈ કટરીના કૈફ, સપોર્ટમાં આવ્યો 'ઝીંદગી ના મિલેગી દોબારા'નો કો-સ્ટાર હૃતિક રોશન

બોલિવૂડની ટોચની અભિનેત્રી કટરીના કૈફ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના પોસ્ટ-પ્રેગ્નન્સી વેટ (ગર્ભાધાન પછી વધેલા વજન) ને લઈને ટ્રોલિંગનો ભોગ બની છે. જોકે, આ મુશ્કેલ સમયમાં તેના જૂના કો-સ્ટાર અને મજબૂત મિત્ર હૃતિક રોશને આગળ આવીને તેનો સાથ આપ્યો છે. હૃતિકે સોશિયલ મીડિયા પર કટરીનાના સમર્થનમાં લખાયેલી એક ખાસ પોસ્ટને લાઈક કરીને બોડી-શેમિંગ કરનારાઓને આડકતરો છતાં સચોટ જવાબ આપ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શું છે સમગ્ર વિવાદ અને હૃતિકનું સમર્થન?

તાજેતરમાં લેખક હર્ષવીર જૈને તેમના જાણીતા ઈન્સ્ટાગ્રામ પેજ 'Storysellercomics' પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે કટરીના કૈફને વજન મુદ્દે ટ્રોલ કરનારાઓની સખત આલોચના કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. વિકૃત માનસિકતા ધરાવતા મોટા પુરુષો છે

લેખકે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ટીનેજમાં મને કટરીના પર ક્રશ હતો. તેની ફિલ્મો જોવા માટે હું અન્ય શહેરો સુધી જતો હતો. હવે જ્યારે કોઈ ટ્રોલ એમ કહે કે પ્રેગ્નન્સી પછી વજન વધવાથી તેનું કરિયર ખતમ થઈ ગયું છે, ત્યારે મને તે ટ્રોલ્સની દયા આવે છે. સ્ત્રીઓ પ્રત્યે આવી નફરત ફેલાવનારાઓ કાં તો સમજ વગરના ટીનેજર્સ છે અથવા વિકૃત માનસિકતા ધરાવતા મોટા પુરુષો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

હૃતિક રોશને આ પોસ્ટને લાઈક કરીને બોલિવૂડમાં સ્ત્રીઓ પ્રત્યેના સંવેદનશીલ દ્રષ્ટિકોણ અને મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હૃતિક અને કટરીનાએ 'જિંદગી ના મિલેગી દોબારા' (2011) અને 'બેંગ બેંગ!' (2014) જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ગણેશોત્સવ અને અંતિમ સંસ્કારમાં દેખાયા બાદ શરૂ થઈ હતી ટ્રોલિંગ

કટરીના કૈફ અને તેના પતિ વિકી કૌશલે ગત વર્ષે નવેમ્બરમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. તાજેતરમાં અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનમાં અને તે પહેલાં ફિલ્મમેકર કુકુ કોહલીના અંતિમ સંસ્કારમાં હાજરી આપતી વખતે કટરીનાના લુક અને વજનને લઈને સોશિયલ મીડિયા પર નકારાત્મક કોમેન્ટ્સ કરવામાં આવી હતી.જોકે, કટરીના કૈફે અત્યાર સુધી આ નકારાત્મક ટ્રોલિંગ પર જાહેર ક્ષેત્રે કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી અને શાંત રહીને પોતાની માતૃત્વની મુસાફરીનો આનંદ માણી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

KatrinaKaif BodyShaming HrithikRoshan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ