ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / રિયલ એસ્ટેટમાં મોટો બદલાવ: મોટા મેટ્રો શહેરો કરતાં ટિયર-2 શહેરોમાં ઘરોની કિંમતોમાં 63% નો ઉછાળો
5 ફોટો ગેલેરી
Last Updated: 09:21 PM, 18 September 2026
1/5
ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો આંતરિક ફેરફાર જોવા મળી રહ્યો છે. દેશના 8 મોટો મેટ્રોપોલિટન શહેરોની તુલનામાં હવે ટિયર-2 અને નાના શહેરોમાં રિયલ એસ્ટેટ માર્કેટ ઝડપથી આગળ વધી રહ્યું છે. CII અને નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, દેશના મોટા મેટ્રો શહેરો કરતાં નાના શહેરોમાં મકાનોના ભાવ બમણી ઝડપે વધી રહ્યા છે, જે દર્શાવે છે કે રિયલ એસ્ટેટના આગામી ગ્રોથ ફેઝમાં ટિયર-2 શહેરો ચાવીરૂપ ભૂમિકા ભજવશે.
2/5
રિપોર્ટ અનુસાર, 2016 થી 2026 વચ્ચે ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ ટ્રાઈસિટી, ગોવા, ઈન્દોર, જયપુર, કોચી, નાગપુર, વિશાખાપટ્ટનમ અને કોઈમ્બતુર જેવા 11 ટિયર-2 શહેરોમાં ઘરોની કિંમતો 9% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) થી વધી છે. તેની સામે દેશના ટોચના 8 મેટ્રો શહેરોમાં આ વધારો સરેરાશ માત્ર 4% CAGR રહ્યો છે.
ADVERTISEMENT
3/5
4/5
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલના જણાવ્યા મુજબ, ભારતમાં રિયલ એસ્ટેટ ગ્રોથ હવે માત્ર પરંપરાગત મેટ્રો શહેરો પૂરતો સીમિત રહ્યો નથી. ટિયર-2 શહેરોમાં કિંમતો વધવા પાછળ સુધરેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બહેતર કનેક્ટિવિટી, કોમર્શિયલ ગતિવિધિઓ અને આઈટી/કોર્પોરેટ ઓફિસોનું વિસ્તરણ, સ્થાનિક સ્તરે વધતી જતી વપરાશ ક્ષમતા (Consumption) અને માંગ છે.
ADVERTISEMENT
5/5
અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ 2047 સુધીમાં વધીને 5.8 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આ કુલ માર્કેટમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોનો હિસ્સો આશરે 25% થી 30% જેટલો હશે. જોકે, આ વૃદ્ધિ જમીનની ઉપલબ્ધતા, ઝડપી મંજૂરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારા પર આધારિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ