ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત વિ. અફઘાનિસ્તાન મેચમાં અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, 30 બોલમાં ફટકારી સદી, રોહિત શર્માનો રેકોર્ડ તૂટ્યો
Last Updated: 10:34 PM, 17 September 2026
ADVERTISEMENT
ભારત અને અફગાનિસ્તાન વચ્ચેના ત્રીજા T20I મેચમાં યુવા સલામી બેટ્સમેન અભિષેક શર્માએ ઇતિહાસ રચી દીધો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય T20I ઇતિહાસની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તેને રોહિત શર્માનો લગભગ નવ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ADVERTISEMENT
A MAGNIFICENT MILESTONE! 💯
— BCCI (@BCCI) September 17, 2026
Relive the moment Abhishek Sharma brought up a record-breaking hundred 🎥👏#TeamIndia | #AFGvINDpic.twitter.com/SMbmXrtziL
રોહિત શર્માએ 2017માં ઈંદોરમાં શ્રીલંકા સામે 35 બોલમાં સદી ફટકારી હતી પરંતુ અભિષેકે તેને પાંચ બોલ વહેલું પૂરી કરી દીધી. જેમાં ઇનિંગની શરૂઆતમાં તેને થોડી સાવધાની રાખી પરંતુ ત્યાર બાદ અફગાનિસ્તાનના બોલર્સ પર કહેર વર્ષાવી દીધો. જેમાં માત્ર 16 બોલમાં અડધી સદી પૂરી કરી અને ત્યાર બાદ આગામી 14 બોલમાં વધુ 50 રન ઉમેરીને ધમાકેદાર સેન્ચ્યુરી હાંસલ કરી.
ADVERTISEMENT
અભિષેકની આ તોફાની ઇનિંગમાં 34 બોલમાં 108 રન સુધી પહોંચી જેમાં 9 ચોગ્ગા અને 11 છક્કા સામેલ હતા. રાશિદ ખાને તેને વિકેટકીપર રહમાનુલ્લાહ ગુરબાઝના હાથે કેચ આપીને આઉટ કર્યો હતો. આ સદી T20I ક્રિકેટના વિશ્વ ઇતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી પણ બની ગઈ છે.
ADVERTISEMENT
ભારતીય T20I માં સૌથી ઝડપી સદીના રેકોર્ડમાં હવે અભિષેક ટોપ પર છે, ત્યાર બાદ રોહિત શર્મા (35 બોલ) અને અભિષેકની જ અગાઉની 37 બોલનું સદી આવે છે. આ સિવાય એક ઇનિંગમાં 10થી વધુ છક્કા ફટકારવાનો આ બીજો મોકો છે અને ભારત તરફથી સૌથી વધુ છક્કાનો રેકોર્ડ પણ તેના નામે જ છે.
સંકળાયેલા મુદ્દાઓ