ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સાંજે 4થી 6 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી, AMCની લોકોને અપીલ-કામ વિના ઘરની બહાર ન નીકળતા

આગાહી / અમદાવાદમાં સાંજે 4થી 6 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી, AMCની લોકોને અપીલ-કામ વિના ઘરની બહાર ન નીકળતા

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 02:40 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદની આગાહી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવે લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા અપીલ કરી.

ADVERTISEMENT

અમદાવાદ: શહેરમાં આજે ફરી ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ મોડમાં છે. હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવે જણાવ્યું છે. તેમણે અમદાવાદના લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

આશરે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો

દિનેશ ગુરવના જણાવ્યા મુજબ, અમદાવાદમાં અત્યાર સુધીમાં આશરે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના સરખેજ, વાસણા અને કાલુપુર સહિતના વિસ્તારોમાં વધુ વરસાદ પડ્યો છે. વરસાદને પગલે પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.

વાસણા બેરેજનું લેવલ ઘટાડીને 126.5 કરવામાં આવ્યું

વરસાદને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજનું લેવલ ઘટાડીને 126.5 કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે સલામતીના ભાગરૂપે અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.

48 વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો

શહેરમાં વરસાદના કારણે અત્યાર સુધીમાં 48 વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો મળી હોવાનું તંત્રએ જણાવ્યું છે. ઉપરાંત, 18 જંક્શન પર પાણી ભરાવાની ફરિયાદો મળી હતી. આ પૈકી 8 સ્થળોએ પાણીનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી છે.

235 સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા પ્રમાણે, શહેરની 235 સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જોકે તમામ સોસાયટીઓમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ભારે વરસાદ: મણિનગર અને હાટકેશ્વરમાં જળબંબાકાર

આગામી કલાકોમાં ફરી ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને અત્યંત જરૂરી ન હોય તો બહાર નીકળવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad rain forecast Ahmedabad heavy rain heavy rain alert Ahmedabad

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ