ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / આજથી કર્ક રાશિમાં મંગળનું નીચ ગોચર, જાણો 12 રાશિ પર શું થશે અસર, કોને લાભ અને કોને સાવચેતી

photo-story

15 ફોટો ગેલેરી

ધર્મ / આજથી કર્ક રાશિમાં મંગળનું નીચ ગોચર, જાણો 12 રાશિ પર શું થશે અસર, કોને લાભ અને કોને સાવચેતી

Last Updated: 03:00 PM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજથી એટલે કે 18 સપ્ટેમ્બર 2026થી મંગળ ગ્રહ કર્ક રાશિમાં નીચ ગોચર કરવા જઈ રહ્યો છે. આ ગોચરની અસર તમામ 12 રાશિઓના કરિયર, પૈસા, સંબંધો અને સ્વાસ્થ્ય પર અલગ-અલગ રીતે જોવા મળી શકે છે.

1/15

photoStories-logo

1. મંગળનું ગોચર 12 રાશિ પર અસર!

વૈદિક જ્યોતિષ અનુસાર મંગળને ઊર્જા, સાહસ, પરાક્રમ અને ઉત્સાહનો કારક માનવામાં આવે છે. 18 સપ્ટેમ્બર 2026ના સાંજે 4:44 કલાકે મંગળ ચંદ્રની માલિકીની કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં મંગળને નીચનો માનવામાં આવે છે અને આ સ્થિતિ 12 નવેમ્બર 2026 સુધી રહેશે. આ સમયગાળામાં કેટલીક રાશિઓને કામકાજ અને આર્થિક બાબતોમાં લાભ મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ ગુસ્સો, ખર્ચ, સ્વાસ્થ્ય અને સંબંધોને લઈને સાવચેતી રાખવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/15

photoStories-logo

2. મંગળના નીચ ગોચર દરમિયાન શું ધ્યાન રાખવું?

મંગળના પ્રભાવને કારણે ગુસ્સો અને ઉતાવળ વધી શકે છે. તેથી કોઈપણ વાતમાં તરત પ્રતિક્રિયા આપવાને બદલે શાંતિથી નિર્ણય લેવો ફાયદાકારક રહેશે. ખાસ કરીને પૈસાના મોટા નિર્ણય લેતી વખતે પૂરતી તપાસ કરવી જરૂરી છે.આ સમયગાળા દરમિયાન મોટા રોકાણ અથવા આર્થિક નિર્ણયોમાં ઉતાવળ કરવી યોગ્ય નહીં રહે. બીજી તરફ લાંબા સમયથી અટકેલા કેટલાક કામને ફરી ગતિ મળી શકે છે અને તેને પૂર્ણ કરવા માટે નવી ઊર્જા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/15

photoStories-logo

3. મેષ રાશિ

મેષ રાશિના જાતકોને મિલકત સાથે જોડાયેલા મામલામાં સાવચેતી રાખવી પડશે. ઘર-પરિવારમાં નાની વાતને લઈને તણાવ થઈ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેવાની શક્યતા છે. કોઈપણ મિલકતનો સોદો કરતા પહેલા તમામ દસ્તાવેજોની સારી રીતે તપાસ કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/15

photoStories-logo

4. વૃષભ રાશિ

નાના ભાઈ-બહેન સાથેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. નોકરી અથવા વ્યવસાયમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડશે. શરૂઆતમાં મુશ્કેલી આવી શકે છે પરંતુ સતત પ્રયત્નો બાદ પ્રગતિના રસ્તા ખુલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/15

photoStories-logo

5. મિથુન રાશિ

મહત્વપૂર્ણ કામમાં અચાનક અડચણો આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સાવચેતી રાખવી પડશે. ખોટો આર્થિક નિર્ણય નુકસાન કરાવી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું અને ઉતાવળથી કોઈ નિર્ણય ન લેવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/15

photoStories-logo

6. કર્ક રાશિ

મંગળનું ગોચર કર્ક રાશિમાં જ થઈ રહ્યું હોવાથી આ રાશિના જાતકો માટે સમય થોડો પડકારજનક રહી શકે છે. સ્વાસ્થ્ય અને સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું. ઘરનું રિનોવેશન અથવા નવી વસ્તુ ખરીદવામાં ખર્ચ થઈ શકે છે, જોકે આર્થિક લાભની શક્યતા પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/15

photoStories-logo

7. સિંહ રાશિ

નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે. વધતા ખર્ચને કારણે બજેટ પર અસર પડી શકે છે. પરિવારની શાંતિ જાળવવા માટે વાતચીતમાં સંયમ રાખવો. મુસાફરી દરમિયાન પણ સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

8/15

photoStories-logo

8. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે મંગળનું ગોચર સારા પરિણામ આપી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ ઝડપથી પૂર્ણ થવાની શક્યતા છે. કરિયરમાં આગળ વધવાની નવી તકો મળી શકે છે. માન-સન્માનમાં વધારો થશે અને જીવનમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/15

photoStories-logo

9. તુલા રાશિ

આર્થિક રીતે લાભ મળવાની શક્યતા છે, પરંતુ તેની સાથે ખર્ચ પણ વધી શકે છે. મનમાં અશાંતિ અથવા ચિંતા રહી શકે છે. ઘર અથવા કાર્યસ્થળ બદલવાનો વિચાર હોય તો તેના માટે પરિસ્થિતિ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/15

photoStories-logo

10. વૃશ્ચિક રાશિ

પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. મહત્વના કામમાં અડચણો આવવાથી માનસિક તણાવ વધી શકે છે. પોતાના સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન રાખવી. કોઈ પણ મુશ્કેલીમાં ઉતાવળ કરવાને બદલે શાંતિથી રસ્તો શોધવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/15

photoStories-logo

11. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને અચાનક ખર્ચ અથવા ચિંતા થઈ શકે છે. વિરોધીઓ મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે કેટલાક અણધાર્યા લાભ મળવાની શક્યતા પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/15

photoStories-logo

12. મકર રાશિ

નવા લોકો સાથે સંપર્ક વધશે અને વ્યવસાયમાં નવા કનેક્શન બની શકે છે. નવું કામ શરૂ કરવા અથવા મૂડી રોકાણ કરવા માટે સમય અનુકૂળ રહી શકે છે. જોકે નવી ભાગીદારી કરતા પહેલા શરતો સારી રીતે તપાસવી. કાયદાકીય મામલામાં પણ સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

13/15

photoStories-logo

13. કુંભ રાશિ

શરૂઆતમાં સંઘર્ષ કરવો પડશે પરંતુ અંતે સફળતા મળી શકે છે. જૂની સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે. જૂના દેવા અથવા જવાબદારીઓમાંથી બહાર આવવાનો માર્ગ મળી શકે છે. ઘર અથવા કાર્યસ્થળમાં ફેરફાર થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/15

photoStories-logo

14. મીન રાશિ

કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું પરિણામ મળી શકે છે અને પ્રગતિના યોગ બની શકે છે. આવકના નવા સ્ત્રોત મળવાની શક્યતા છે. અગાઉ કરેલા સારા કામ માટે માન-સન્માન મળી શકે છે. જોકે કાર્યસ્થળે ગુસ્સો અથવા ઉતાવળમાં નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે, તેથી સંયમ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

15/15

photoStories-logo

15. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mars Transit 2026 Mars in Cancer Mangal Gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ