ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / '8 દિવસમાં બ્લાસ્ટ થશે', તાજમહેલ નજીકના રિસોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

નેશનલ / '8 દિવસમાં બ્લાસ્ટ થશે', તાજમહેલ નજીકના રિસોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

Published By: Pravin Joshi

Last Updated: 11:48 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગ્રામાં તાજમહેલ નજીક આવેલા તાજ રિસોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઈલ દ્વારા ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ADVERTISEMENT

ઉત્તર પ્રદેશના આગ્રામાં વિશ્વપ્રસિદ્ધ તાજમહેલ નજીક તાજગંજ વિસ્તારમાં જલમા સંસ્થાન પાસે આવેલા તાજ રિસોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળતા જ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઈમેઈલમાં દાવો કરવામાં આવ્યો હતો કે રિસોર્ટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને આવનારા 8 દિવસમાં ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે. રિસોર્ટના માલિક મહેશ કરદમે ઈમેઈલ મળતા જ વિલંબ કર્યા વગર સ્થાનિક પોલીસ અને સાઈબર સેલને આ અંગે જાણ કરી હતી.

TajMahal

પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડનું સઘન ચેકિંગ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ACP તાજ સુરક્ષા યતેન્દ્ર નાગરના નેતૃત્વમાં પોલીસ કાફલો અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા જવાનોએ સમગ્ર રિસોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારનો ખૂણેખૂણો તપાસ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલી આ સઘન તપાસના અંતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ મળી આવ્યો ન હતો, જેથી રિસોર્ટ સંચાલકો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ વાંચો : 'શેરબજારમાં સારુ વળતર મળશે' ફસાવીને મોરબીના યુવાન સાથે 86.25 લાખની ઠગાઈ, ચેતજો આવા કૌભાંડથી

સાઈબર સેલ દ્વારા ઈમેઈલ ટ્રેસ કરવાની તજવીજ

તપાસમાં કોઈ ભયજનક વસ્તુ ન મળી હોવા છતાં પોલીસે આ ધમકીને અત્યંત ગંભીરતાથી લીધી છે. તાજ સુરક્ષાના ACP ના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા ઈમેઈલ અને તેનાથી જોડાયેલા તમામ ડિજિટલ ડેટા સાઈબર સેલને સોંપવામાં આવ્યા છે. સાઈબર ટીમ હવે ઈમેઈલના IP એડ્રેસ અને સોર્સના આધારે તેને મોકલનાર અજ્ઞાત શખ્સ સુધી પહોંચવા માટે ટેકનિકલ તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UPPolice AgraNews TajMahal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ