ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદમાં ભવ્ય ઉજવણી, 1.25 લાખ દીવડાથી કાંકરિયા ઝળહળ્યું, અમિત શાહ પણ રહ્યા હાજર

ગુજરાત / નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદમાં ભવ્ય ઉજવણી, 1.25 લાખ દીવડાથી કાંકરિયા ઝળહળ્યું, અમિત શાહ પણ રહ્યા હાજર

Published By: Nirav Kumar

Last Updated: 09:12 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીના જન્મદિવસે અમિત શાહ અને મુખ્યમંત્રીએ કાંકરિયા તળાવ પર 1.25 લાખ દીવડા સાથે ઉજવણી કરી અને જગન્નાથ મંદિરમાં આરતી કરી. શહેરભરમાં બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પ અને લાખો દીવડા પ્રગટાવીને સેવા-સંકલ્પનો માહોલ સર્જાયો.

ADVERTISEMENT

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને 25 વર્ષની જનસેવાની યાત્રાની ઉજવણી રૂપે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમો યોજાયા. ‘સેવા અને સંકલ્પ અભિયાન’ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમો યોજાયા હતા.

અમિત શાહ અને મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરમાં ભગવાનની આરતી કરી અને પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. ત્યાર બાદ તેઓ કાંકરિયા તળાવ પહોંચ્યા, જ્યાં 1.25  લાખ દીવડા પ્રગટાવીને આખું તળાવ ઝળહળતું બનાવ્યું હતું. બંનેએ કાંકરિયા લેકનું નિરીક્ષણ કર્યું અને ત્યાર બાદ વસ્ત્રાપુર ખાતે ગણેશ મહોત્સવમાં હાજરી આપવા રવાના થયા.

આ દિવસે સમગ્ર શહેરમાં જનસેવાના કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. 10 જગ્યાએ ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ અને 14 સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયા. સાંજે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ હેઠળ શહેરના 48 વોર્ડમાં કુલ 4 લાખ 80 હજાર દીવડા પ્રજ્વલિત કરવામાં આવશે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, એસીવીપી હોસ્પિટલ, અટલ બ્રિજ-રિવરફ્રન્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મેટ્રો પ્રોજેક્ટ, બીઆરટીએસ અને બીજા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ પર પણ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે.

વધુ વાંચો : PM મોદીના નામે નોંધાયેલા 5 ખાસ રેકોર્ડ, જન્મદિવસે જાણો તેમની મોટી ઉપલબ્ધિઓ

જેમાં મેયર હિતેશ બારોટ, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર અને બીજા ભાજપના નેતાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમોમાં હાજર રહેશે. આમ અમદાવાદ આખો દિવસ સેવા અને ઉત્સવના માહોલમાં રંગાઈ ગયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kankaria Lake Modi birthday Amit Shah

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ