ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / હથેળીના આ 3 ચિહ્નો આપે છે સરકારી નોકરીના સંકેત: જાણો સૂર્ય રેખા અને ગુરુ પર્વતનું મહત્વ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:44 PM, 17 September 2026
1/5
દેશમાં લાખો યુવાનો વર્ષો સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીને સરકારી નોકરી મેળવવાનું સપ્નું જોતા હોય છે. જ્યોતિષ અને હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીના કેટલાક પર્વતો, ચિહ્નો અને રેખાઓને કરિયર, ઉચ્ચ પદ તથા સામાજિક પ્રતિષ્ઠા સાથે જોડીને જોવામાં આવે છે. હથેળીમાં 3 એવા મુખ્ય સંકેતો છે, જે વ્યક્તિને સરકારી નોકરી અથવા કરિયરમાં મોટી સફળતા મળવાની શક્યતા દર્શાવે છે.
2/5
અનામિકા (રિંગ ફિંગર) આંગળીના નીચેના ભાગને સૂર્ય પર્વત કહેવામાં આવે છે, જે માન-સન્માન અને સામાજિક પ્રતિષ્ઠાનો કારક છે. જો આ પર્વત પર સૂર્ય રેખા એકદમ સ્પષ્ટ હોય અને ક્યાંયથી પણ તૂટેલી ન હોય, તો તે કરિયરમાં શ્રેષ્ઠ સફળતાનો સંકેત છે. વધુમાં, જો સૂર્ય રેખા હૃદય રેખાને પાર કરીને નીચે તરફ જતી હોય, તો વ્યક્તિને ખૂબ નાની ઉંમરમાં સરકારી પદ અથવા સફળતા મળી શકે છે.
ADVERTISEMENT
3/5
હસ્તરેખા શાસ્ત્રમાં હથેળી પર બનેલું સ્પષ્ટ ત્રિકોણ (Triangle) અત્યંત શુભ ગણાય છે. જો આ નિશાન સૂર્ય પર્વત અથવા ભાગ્ય રેખાની આસપાસ બનેલું હોય, તો તે વ્યક્તિની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની ક્ષમતા દર્શાવે છે. આવા ગુણ ધરાવતા લોકો મહેનતથી પાછળ હટતા નથી અને તેમને કરિયરમાં સ્થિરતા પ્રાપ્ત થાય છે.
4/5
તર્જની (ઇન્ડેક્સ ફિંગર) આંગળીના નીચેના ભાગને ગુરુ પર્વત કહેવાય છે, જે જ્ઞાન, નેતૃત્વ અને પદ-પ્રતિષ્ઠાનું પ્રતીક છે. આ પર્વત પર ક્રોસ (Cross) નું ચિહ્ન હોવું અથવા ગુરુ વલય હોવું ખૂબ જ શુભ મનાય છે. આવા સંકેતો ધરાવતા લોકો શિક્ષણ ક્ષેત્ર (શિક્ષક/પ્રોફેસર), ન્યાયતંત્ર (Judiciary) અથવા વહીવટી સેવાઓ (Administrative Services) માં ઉચ્ચ પદ મેળવે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ