ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં સાત પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલી, 6 PIને ATSમાં મૂકાયા, એકની અમદાવાદ ગ્રામ્યમાં બદલી
Last Updated: 09:39 PM, 14 September 2026
ADVERTISEMENT
ગુજરાત પોલીસ વડા જીએસ મલિકે પોલીસ બેડામાં એક મોટો ફેરફાર કર્યો છે. પોલીસ વડાએ સાત પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીના આદેશ બહાર પાડ્યા છે જેમાં 6 પોલીસ ઈન્સપેક્ટરને એટીએસમાં અને એક પીઆઈને અમદાવાદ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે. બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
6 પીઆઈને ATSમાં મૂકાયા
ADVERTISEMENT
અત્યાર સુધી ATS માં ફરજ બજાવતા પીઆઈ વાય. જી. ગુર્જરની બદલી કરીને તેમને અમદાવાદ ગ્રામ્ય ખાતે મૂકાયા છે. જ્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા 6 પીઆઈ - એચ. પી. ઝાલા, ડી. બી. બારડ, ટી. એન. મોરડિયા, એચ. એમ. વ્યાસ, કે. વી. ડિંડોર અને વી. એલ. ગાગિયાને ATSમા મૂકવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.