ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:08 PM, 13 September 2026
ADVERTISEMENT
અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 સિરીઝની શરૂઆત ભારતીય ટીમે જોરદાર અંદાજમાં કરી છે. જેમાં દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20માં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. જેમાં 157 રનના ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઈન્ડિયાએ માત્ર 13.4 ઓવરમાં જ મેચ પૂરી કરી દીધી.
ADVERTISEMENT
ભારત માટે જીતનો રસ્તો અભિષેક શર્મા અને ઈશાન કિશને આસાન બનાવી દીધો હતો. આ બંનેએ શરૂઆતથી જ અફઘાનિસ્તાનના બોલરો પર એવો અટેક કર્યો કે મેચ એકતરફી બની ગઈ હતી. જેમાં અભિષેકે માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને 32 બોલમાં 7 ચોગ્ગા તથા 7 છગ્ગાની મદદથી 82 રનની ઇનિંગ રમી હતી.
8️⃣2️⃣ Runs
— BCCI (@BCCI) September 13, 2026
3️⃣2️⃣ Balls
7️⃣ Fours & 7️⃣ Sixes
2️⃣5️⃣6️⃣.2️⃣5️⃣ Strike Rate
Abhishek Sharma storm in New Delhi 🌪️
Updates ▶️ https://t.co/Wacwj3tM4l#TeamIndia | #AFGvIND | @OfficialAbhi04 pic.twitter.com/vOG1SSMp6w
ADVERTISEMENT
સંજુ સેમસન સસ્તામાં આઉટ
157 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો હતો. જેમાં સંજુ સેમસન માત્ર 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. જોકે ત્યારબાદ અભિષેક શર્મા અને ઈશાન કિશને મોરચો સંભાળ્યો હતો. આ બંને બેટ્સમેનોએ અફઘાન બોલિંગને સતત પ્રેશરમાં રાખી અને પાવરપ્લેમાં જ રનનો વરસાદ શરૂ કરી દીધો. જેમાં અભિષેકની તોફાની બેટિંગે ભારતીય ફેંસને ખાસ ખુશ કરી દીધા હતા.
ADVERTISEMENT
2️⃣2️⃣-ball FIFTY in the series opener 👏
— BCCI (@BCCI) September 13, 2026
Abhishek Sharma's 1️⃣2️⃣th in T20Is 💙
Updates ▶️ https://t.co/Wacwj3tM4l#TeamIndia | #AFGvIND | @OfficialAbhi04 pic.twitter.com/vV3OiuoKB5
આ પહેલાં ટોસ જીતીને ભારતે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ શરૂઆતથી જ અફઘાન બેટિંગને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. જેમાં માત્ર 43 રનમાં અફઘાનિસ્તાનના 5 વિકેટ પડી ગયા હતા.
ADVERTISEMENT
Perfect response with a pinpoint yorker 🔥@arshdeepsinghh breaks the stand with the big wicket of Mohd. Nabi 👏
— BCCI (@BCCI) September 13, 2026
Updates ▶️ https://t.co/Wacwj3tM4l#TeamIndia | #AFGvIND pic.twitter.com/RTVYxeooMO
જોકે ત્યારબાદ અજમતુલ્લાહ ઓમરઝાઈ અને મોહમ્મદ નબીએ ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. આ બંનેએ છઠ્ઠી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. જેમાં નબીએ 33 રન બનાવ્યા, જ્યારે ઓમરઝાઈએ અંત સુધી અણનમ રહીને 44 બોલમાં 64 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ADVERTISEMENT
આ મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો. તેને 3 વિકેટ ઝડપી અફઘાનિસ્તાનની બેટિંગને મોટો સ્કોર બનાવવાથી રોકી હતી. જેમાં જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ પણ એક-એક વિકેટ મેળવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો