ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / Hero Motorsના IPO પર લગાવશો પૈસા? 1,000 કરોડના ઈશ્યૂ પહેલાં જાણો GMPથી લઈને લિસ્ટિંગ સુધીની વાત
Last Updated: 11:15 PM, 13 September 2026
ADVERTISEMENT
ઓટો પાર્ટ્સ અને પાવરટ્રેન સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રણી હીરો ગ્રૂપની કંપની 'હીરો મોટર્સ લિમિટેડ' (Hero Motors Ltd) પોતાનો ₹1,000 કરોડનો પબ્લિક ઈશ્યૂ (IPO) લઈને આવી રહી છે. આ આઈપીઓ 16 થી 18 સપ્ટેમ્બર સુધી રોકાણ માટે ખુલ્લો રહેશે. કંપનીએ આ ઈશ્યૂ માટે પ્રતિ શેર ₹79 થી ₹84 નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. અપર પ્રાઇસ બેન્ડના આધારે કંપનીનું મૂલ્યાંકન (Valuation) આશરે ₹3,815 કરોડ જેટલું આંકવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ₹1,000 કરોડના ઈશ્યૂમાં ₹600 કરોડના નવા શેર્સ (Fresh Issue) બહાર પાડવામાં આવશે, જ્યારે ₹400 કરોડનો હિસ્સો 'ઓફર ફોર સેલ' (OFS) હેઠળ મુકવામાં આવ્યો છે. ઓફર ફોર સેલમાં પ્રમોટર કંપની O P Munjal Holdings પોતાના ₹395 કરોડ અને Hero Cycles પોતાના ₹5 કરોડના શેર્સ વેચશે.
ગ્રે માર્કેટમાં આ આઈપીઓને ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે. માર્કેટ રિપોર્ટ્સ અનુસાર, આ શેરનો જીએમપી (GMP) હાલમાં ₹24 બોલાઈ રહ્યો છે, જે અપર પ્રાઇસ બેન્ડ પર આશરે 28.57 ટકાના મજબૂત લિસ્ટિંગ ગેનનો સંકેત આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવા શેર દ્વારા એકત્ર કરાયેલા ફંડમાંથી કંપની આશરે ₹190 કરોડનું દેવું ચૂકવશે, જ્યારે ₹200 કરોડ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર સ્થિત પ્લાન્ટમાં નવા મશીનો અને સાધનો ખરીદવા માટે ખર્ચશે. નાણાકીય વર્ષ 2025-26 માં કંપનીની કુલ આવક 9.1% વધીને ₹1,188.35 કરોડ નોંધાઈ હતી, જ્યારે તેનો ચોખ્ખો નફો 25.5% ના વધારા સાથે ₹41.17 કરોડ પર પહોંચ્યો હતો.
ADVERTISEMENT
ઘણા રોકાણકારો 'હીરો' નામને કારણે ગૂંચવણ અનુભવતા હોય છે. પરંતુ આ બંને તદ્દન અલગ કંપનીઓ છે:
ADVERTISEMENT
Hero MotoCorp: આ કંપની સામાન્ય ગ્રાહકો માટે સ્પ્લેન્ડર, એક્સટ્રીમ જેવા બાઇક અને સ્કૂટરનું ઉત્પાદન કરે છે.
Hero Motors: આ એક B2B (બિઝનેસ ટુ બિઝનેસ) ઓટો કમ્પોનન્ટ કંપની છે. આ કંપની ગ્રાહકોને સીધા વાહનો વેચતી નથી, પરંતુ BMW, Ducati અને વિવિધ ઇ-બાઇક નિર્માતા કંપનીઓને પાવરટ્રેન સિસ્ટમ, ગિયર્સ અને ઈ-બાઈક ડ્રાઈવટ્રેન પૂરા પાડે છે.
(ડિસ્ક્લેમર : શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલાં નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો