ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / આ અભિનેત્રીએ 41 વર્ષની ઉંમરે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી, બેબી બમ્પ ફ્લોન્ટ કરતાં તસવીરો થઈ વાયરલ!

મનોરંજન / આ અભિનેત્રીએ 41 વર્ષની ઉંમરે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી, બેબી બમ્પ ફ્લોન્ટ કરતાં તસવીરો થઈ વાયરલ!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:57 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahira Khan Pregnant: પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન 41 વર્ષની ઉંમરે પોતાના બીજા બાળકની મા બનવાની છે. તેણે પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી.

ADVERTISEMENT

જાણીતી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને તેના ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. શાહરૂખ ખાનની આ અભિનેત્રી 41 વર્ષની ઉંમરે પોતાના બીજા બાળકની માતા બનવા જઇ રહી છે. માહિરાએ સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટો શેર કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી. તાજેતરમાં અભિનેત્રી ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2026 માં પણ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

સફેદ ગાઉનમાં બેબી બમ્પ ફ્લોન્ટ

માહિરા ખાને ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ફુલ-સ્લીવ વ્હાઇટ ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. તે પારદર્શક પડદા પાછળ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. તેના બંને હાથ પેટ પર છે, અને બીજી વાર માતા બનવાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ફોટો દરમિયાન માહિરાએ નો-મેકઅપ લુક નજર આવતો હતો.

માહિરા ખાન પણ TIFF 2026 માં ચમકી

માહિરા ખાન તાજેતરમાં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2026 માં જોવા મળી હતી. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. માહિરાએ ફેસ્ટિવલના કોમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો અને સિનેમામાં તેના યોગદાન બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

માહિરા ખાને બીજી વાર લગ્ન કર્યા

આ માહિરા ખાનનું બીજું બાળક હશે. અભિનેત્રીએ ઓક્ટોબર 2023 માં ઉદ્યોગપતિ સલીમ કરીમ સાથે લગ્ન કર્યા. તેમના લગ્નના લગભગ ત્રણ વર્ષ પછી, માહિરાએ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. માહિરા પહેલાથી જ તેના એક દિકરાની માતા છે. પહેલી શાદીથી 17 વર્ષનો પુત્ર અઝલાનની છે. માહિરાએ 2007 માં અલી અસ્કરી સાથે શાદી કરી હતી. જોકે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને પછીથી તેમના છૂટાછેડા થઈ ગયા. માહિરાના બીજા લગ્ન દરમિયાન અઝલાન તેની માતા સાથે પણ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ બોલિવૂડ / અક્ષય કુમાર-સૈફ અલી ખાનની ‘Haiwaan’ સિનેમાઘરોમાં ધમાલ બાદ કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે? જાણો સંપૂર્ણ માહિતી!

શાહરૂખ ખાન સાથે બોલિવૂડ ડેબ્યૂ

માહિરા ખાને 2016 માં શાહરૂખ ખાન સાથે ફિલ્મ "રઈસ" થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેમની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ત્યારબાદ માહિરા "બિન રોય," "સુપરસ્ટાર," અને "ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ" જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ફિલ્મો ઉપરાંત માહિરા "શેહર-એ-ઝાત" અને "સદકે તુમ્હારે" સહિત અનેક લોકપ્રિય પાકિસ્તાની ટેલિવિઝન શોમાં પણ જોવા મળી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahira Khan Pakistani Actress Pregnancy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ