ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં યલો તો ભરૂચ-નવસારી-દમણ-વલસાડમાં રેડ એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

વરસાદી માહોલ / રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં યલો તો ભરૂચ-નવસારી-દમણ-વલસાડમાં રેડ એલર્ટ

Last Updated: 03:33 PM, 13 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં 14 અને 15 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી. ભરૂચ, નવસારી, વલસાડ અને દમણમાં અતિભારે વરસાદની શક્યતા, પવન 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના.

1/6

photoStories-logo

1. 14 અને 15 સપ્ટેમ્બરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે

અમદાવાદ: ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં એકસાથે ચાર હવામાન સિસ્ટમ સક્રિય થતાં આગામી 14 અને 15 સપ્ટેમ્બરે વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા

આગામી દિવસોમાં ભરૂચ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદથી લઈને અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. આ વિસ્તારોમાં વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા પણ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં વરસાદની સંભાવના

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર અને રાજકોટમાં વરસાદ પડી શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

વરસાદ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વરસાદ અને પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હવામાનમાં ફેરફારને પગલે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat weather forecast Gujarat rainfall alert Gujarat heavy rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ