ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / પશુપાલન અને જમીનના મ્યુટેશનને લઈને સરકારના મોટા નિર્ણય; પશુ આહાર માટે કડક કાયદો, 7 દિવસમાં મ્યુટેશન એન્ટ્રી મંજૂર થશે
Last Updated: 11:03 PM, 10 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ગૃહમાં પશુપાલન ક્ષેત્રને લગતું મહત્વનું ‘પશુધન આહાર-ચણ બિલ’ પસાર કરવામાં આવ્યું છે. પશુધન અને મરઘાં માટેના આહારની ગુણવત્તા જળવાઈ રહે અને ભેળસેળ તથા ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે કડક કાર્યવાહી થઈ શકે તે માટે આ વિધેયક લાવવામાં આવ્યું છે. બિલ અંગે ગૃહમાં સાડા ત્રણ કલાક સુધી સંવેદનશીલ ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
આ બિલને WHO દ્વારા આપવામાં આવેલી વિચારધારાને આધારિત હોવાનું સરકાર તરફથી જણાવાયું હતું. પશુ આહારના ઉત્પાદન અને વેચાણમાં અનૈતિકતા આચરનારા સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે. સાથે જ પશુધન આહાર અને મરઘાંના ચણના વ્યવસાય માટે હવે લાઇસન્સ લેવું ફરજિયાત રહેશે.
પશુ આહારનું સમયાંતરે ચેકિંગ કરાશે
ADVERTISEMENT
નવા કાયદા હેઠળ બજારમાં વેચાતા પશુ આહારનું સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે. આહારની ગુણવત્તા, તેમાં રહેલા ઘટકો અને ઉત્પાદન સંબંધિત ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે પણ કાર્યવાહી માટે લેબલિંગની જોગવાઈ કરવામાં આવી છે.
ભ્રામક બ્રાન્ડિંગ બદલ રૂ.3 લાખ સુધીનો દંડ
ADVERTISEMENT
વિધેયકમાં દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. ભ્રામક બ્રાન્ડિંગ અથવા ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ રૂ.3 લાખ સુધીનો દંડ અને એક વર્ષ સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
ભેળસેળયુક્ત આહારથી પશુનું મૃત્યુ થાય તો રૂ.10 લાખ દંડ
ADVERTISEMENT
ભેળસેળયુક્ત અથવા હાનિકારક પશુ આહારના કારણે પશુનું મૃત્યુ થાય તો વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સામાં રૂ.10 લાખ સુધીનો દંડ ફટકારવાની સાથે સંબંધિત વ્યક્તિ કે સંસ્થાનું લાઇસન્સ રદ કરવાની જોગવાઈ બિલમાં કરવામાં આવી છે.
ઘરે પશુ આહાર બનાવતા ખેડૂતોને કાયદામાંથી બાકાત
ADVERTISEMENT
ખેડૂતો માટે પણ બિલમાં મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. જે ખેડૂતો પોતાના પશુઓ માટે ઘરે જ આહાર તૈયાર કરે છે, તેમને આ કાયદાની જોગવાઈઓમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. એટલે કે ઘરગથ્થુ ઉપયોગ માટે પોતે આહાર તૈયાર કરતા ખેડૂતો પર લાઇસન્સની ફરજ લાગુ પડશે નહીં.
‘શ્વેત ક્રાંતિનું પાટનગર ગુજરાત’
ADVERTISEMENT
ચર્ચા દરમિયાન સરકાર તરફથી ગુજરાતના પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રની પ્રગતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાતને ‘શ્વેત ક્રાંતિનું પાટનગર’ ગણાવતા જણાવાયું હતું કે રાજ્યમાં પશુપાલન ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. સરકાર તરફથી રજૂ કરાયેલી માહિતી મુજબ, વર્ષ 2020માં આશરે 2.68 લાખ જેટલા દુધાળા પશુઓ હતા, જે આજે વધીને આશરે 3 કરોડની આસપાસ પહોંચ્યા હોવાનું જણાવાયું હતું.
બનાસ ડેરી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયારીઓ
બનાસ ડેરી દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું પણ ગૃહમાં જણાવાયું હતું. રાજ્યમાં દૂધ ઉત્પાદન અને પશુપાલન સાથે સંકળાયેલા વ્યવસાયને વધુ મજબૂત બનાવવા માટે ગુણવત્તાયુક્ત પશુ આહારનું મહત્વ પણ આ દરમિયાન રેખાંકિત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ અને ‘આપ’નું પણ સમર્થન
વિધાનસભામાં આ બિલ અંગે ચર્ચા દરમિયાન વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ બિલને સમર્થન આપવામાં આવ્યું હતું. પહેલીવાર ગૃહમાં આ બિલ અંગે સકારાત્મક વાતાવરણમાં ચર્ચા થઈ હોવાનું સરકાર તરફથી જણાવાયું હતું. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ નવું બિલ છે અને સમયની જરૂરિયાત મુજબ ભવિષ્યમાં તેમાં સંશોધન કરીને જરૂરી ફેરફારો કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કોન્ટ્રાક્ટર શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે AMCની એક્શન, બે-બે નોટિસ પછી પણ મૌન રહેતાં કંપનીને બ્લેકલિસ્ટ કરી
પશુપાલકો અને મૂંગા પશુઓ માટે મહત્વપૂર્ણ પગલું
પશુ આહારની ગુણવત્તા અંગે નિયંત્રણ વધારવા, ભેળસેળ રોકવા અને પશુપાલકોને નુકસાનથી બચાવવા માટે આ કાયદો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને મૂંગા પશુઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે આ બિલને મહત્વનું પગલું ગણાવવામાં આવ્યું છે.
જમીનના મ્યુટેશન મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે મોટી રાહત
ગુજરાત સરકારે જમીનના મ્યુટેશન (હક્કફેરફાર) મામલે મહત્વપૂર્ણ સુધારા કરીને ખેડૂતો અને જમીનમાલિકોને ઝડપી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. હવે 7/12 ઉતારા અને હકપત્રકમાં સતત એક વર્ષથી એક જ વ્યક્તિનું નામ નોંધાયેલું હોય અને ત્યારબાદ વેચાણ દસ્તાવેજ કરવામાં આવે તો જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે જ દિવસે મ્યુટેશન એન્ટ્રી મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
7 દિવસમાં મ્યુટેશન એન્ટ્રી મંજૂર કરવાની વ્યવસ્થા
વિવાદિત કેસોમાં પણ અગાઉની 30 દિવસની પ્રક્રિયાને બદલે 7 દિવસમાં મ્યુટેશન એન્ટ્રી મંજૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત SSRD, GRT, હાઈકોર્ટ અથવા અન્ય સક્ષમ સત્તાધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય તો 135-Bની નોટિસની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. અસલ હુકમની નકલ રજૂ થતાં જ તે જ દિવસે મ્યુટેશન એન્ટ્રી મંજૂર કરી શકાશે.
સરકારના જણાવ્યા મુજબ, મ્યુટેશન માટેની 30 દિવસની મુદતનો ગેરલાભ લઈ ખેડૂતોને બિનજરૂરી રીતે હેરાન કરવાની અને પૈસા પડાવવાની ફરિયાદો પર આ નિર્ણયથી અંકુશ આવશે. ઝડપી એન્ટ્રી મંજૂર થવાથી ખેડૂતોને જમીન સંબંધિત કામકાજમાં રાહત મળશે અને કલેક્ટર કચેરી, SSRD, GRT તથા કોર્ટ પરનો અનાવશ્યક કાર્યભાર પણ ઘટશે. ઓર્ડિનન્સ બાદ હવે ગુજરાત વિધાનસભામાં બિલ પસાર કરીને આ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.