ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પહેલાં સ્કૂલ અને વિધાનસભાને, હવે ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર થયું ઇમરજન્સી લેન્ડિંગ
Last Updated: 07:47 PM, 10 September 2026
ADVERTISEMENT
લખનઉથી સાઉદી અરેબિયાના દમામ તરફ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (6E-097) માં બોમ્બ હોવાની ધમકી મળતાં જ એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિમાનના શૌચાલયમાંથી 'BOMB' લખેલું ટિશ્યૂ પેપર મળી આવ્યા બાદ, તમામ 133 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સલામતીને ધ્યાને રાખી ફ્લાઈટનું સાંજે 5:55 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

ADVERTISEMENT
ફ્લાઈટ લેન્ડ થતાં જ સુરક્ષા એજન્સીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, અને ફાયરબ્રિગેડની ટીમોએ સમગ્ર વિમાનને કોર્ડન કરી લીધું હતું. તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી આઈસોલેશન બેમાં ખસેડવામાં આવ્યા હતા. આ ધમકીભરી ચિઠ્ઠી કોણે લખી છે તે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવા માટે સુરક્ષા એજન્સીઓએ દરેક મુસાફર પાસેથી ટિશ્યૂ પેપર પર જ હેન્ડરાઈટિંગના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે.

ADVERTISEMENT
નોંધનીય છે કે, છેલ્લા 10 દિવસની અંદર દમામ જતી કે આવતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની આ બીજી ઘટના છે. આ અગાઉ દમામથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ કાળી પેનથી 'BOMB DEAD 4:30' લખેલું ટિશ્યૂ પેપર મળતાં અમદાવાદ ખાતે જ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નિવેદન / "પોસ્ટમોર્ટમ વખતે સુંદર મહિલાઓ સાથે થાય છે રેપ", ધારાસભ્યનો આઘાતજનક દાવો
ADVERTISEMENT
બીજી તરફ, આ જ દિવસે ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ તેમજ અમદાવાદની કેટલીક શાળાઓને પણ ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. 'ગુજરાત બોલશે ખાલિસ્તાન ઝિંદાબાદ' ના લખાણ સાથે મોકલાયેલા આ ધમકીભર્યા મેઈલ બાદ રાજ્યભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સાયબર ક્રાઈમ સહિતની એજન્સીઓ મોકલનારનું લોકેશન શોધવા તપાસ ચલાવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ