ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ‘નોરતા નગરી’ ટિકિટ કૌભાંડ: ₹8-10 કરોડની છેતરપિંડી, પાર્શ્વ જ્વેલર્સના દર્શન શાહ સહિત 3 સામે ફરિયાદ
Last Updated: 04:54 PM, 10 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં આયોજિત ‘નોરતા નગરી-2025’ ગરબા ઈવેન્ટ સાથે જોડાયેલા ટિકિટ વ્યવહારમાં કરોડો રૂપિયાના કથિત કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ઈવેન્ટમાં કોમ્પ્લીમેન્ટરી તરીકે આપવામાં આવતી ટિકિટોનો ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે ગેરકાયદેસર રીતે વેચાણ કરી નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ટિકિટના નામે મોટી રકમ વસૂલ કરવામાં આવી હોવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, ઈવેન્ટના ભાગીદારો દ્વારા ફ્રીમાં આપવાની કોમ્પ્લીમેન્ટરી ટિકિટોનો ઉપયોગ કરી તેને ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવી હતી. આ રીતે ટિકિટના નામે મોટી રકમ વસૂલ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલામાં આશરે રૂપિયા 8થી 10 કરોડની ગેરરીતિ થયાની ફરિયાદમાં વિગતો રજૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
કોની સામે ફરિયાદ નોંધાઈ
આ કેસમાં પાર્શ્વ જ્વેલર્સના માલિક દર્શન શાહ અને તેમના મેનેજર જયેશ પરમાર સામે પણ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત ઈવેન્ટના ભાગીદાર રવિ શાહ અને સંજય દેસાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સરખેજ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બોપલના ઈવેન્ટ મેનેજર અર્જુન ભૂતિયાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા સરખેજ પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે કોમ્પ્લીમેન્ટરી ટિકિટોની સંખ્યા, ઓનલાઈન વેચાણના વ્યવહારો, નાણાંકીય લેવડદેવડ અને ઈવેન્ટ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અલ્પેશ ઢોલરિયાના પત્રથી ભાજપમાં હાહાકાર, રાજકોટમાં ભાજપની આંતરિક લડાઈ શરૂ
પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
ADVERTISEMENT
‘નોરતા નગરી-2025’ દરમિયાન ટિકિટ વ્યવસ્થામાં થયેલી આ કથિત ગેરરીતિ અંગે પોલીસ દ્વારા ડિજિટલ રેકોર્ડ અને નાણાંકીય દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કૌભાંડની વાસ્તવિક રકમ અને તેમાં કોની કેટલી ભૂમિકા હતી તે સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.