ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિક્ષકદિનની ભેટ : નિવૃત્ત શિક્ષિકાઓને ડિજિટલ ફ્રોડમાં ગુમાવેલાં નાણાં પરત મળ્યાં

સુખદ / શિક્ષકદિનની ભેટ : નિવૃત્ત શિક્ષિકાઓને ડિજિટલ ફ્રોડમાં ગુમાવેલાં નાણાં પરત મળ્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 01:03 PM, 10 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિવૃત્ત શિક્ષિકાઓને ડિજિટલ ફ્રોડમાં ગુમાવેલાં નાણાં પરત મળ્યાં અને તે પણ શિક્ષક દિવસે. આ જાણીને શિક્ષિકાઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

ADVERTISEMENT

શિક્ષકદિનની આસપાસ બે નિવૃત્ત શિક્ષિકાઓને સાયબર ઠગોના હાથે ગુમાવેલાં નાણાં પરત મળ્યાં છે. સુરતનાં એક નિવૃત્ત શિક્ષિકાને કથિત રીતે સાયબર ઠગો દ્વારા છેતરપિંડી કરીને પડાવી લેવાયેલા રૂ. ૪૦ લાખની સંપૂર્ણ રકમ પરત મળી છે, જ્યારે એલિસ બ્રિજ વિસ્તારમાં રહેતાં ૭૩ વર્ષીય નિવૃત્ત શિક્ષિકાને અલગ અલગ ‘ડિજિટલ અેરેસ્ટ’ કૌભાંડમાં ગુમાવેલા રૂ. ૧૧.૪૨ કરોડમાંથી રૂ. ૧૭ લાખ પરત મળ્યા છે.

શિક્ષકદિનની આસપાસ જ રકમ મળી

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓએ જણાવ્યું છે કે શિક્ષકદિન એટલે કે ૫ સપ્ટેમ્બરની આસપાસ આ નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી સંજય કેશવાલાએ જણાવ્યું છે કે શિક્ષકદિન પહેલાં મોટી સંખ્યામાં નિવૃત્ત શિક્ષકોનાં નાણાં પરત મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ બે મહિલાઓને તેમનાં નાણાં પરત મળ્યાં, જેમાંથી એકને શિક્ષકદિનની આસપાસ જ રકમ મળી હતી.

શું હતો બનાવ

એલિસ બ્રિજ વિસ્તારમાં રહેતાં ૭૩ વર્ષીય નિવૃત્ત શિક્ષિકા કથિત રીતે ડિજિટલ અેરેસ્ટ કૌભાંડનો ભોગ બન્યાં હતાં અને તેમણે રૂ. ૧૧.૪૨ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગુમાવેલી સમગ્ર રકમ પરત મેળવી શકાઈ નહોતી, પરંતુ કોર્ટના આદેશથી રૂ. ૬૬.૯૨ લાખની રકમ પરત મેળવવાની કાર્યવાહી થઈ હતી અને તેમાંથી આખરે રૂ. ૧૭ લાખ પીડિત મહિલાને પરત કરવામાં આવ્યા હતા. આ કેસ ત્યાર બાદ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. બાકી રહેલી રિકવર થયેલી રકમ પણ તેમને ટૂંક સમયમાં મળવાની છે.એસપી કેશવાલાએ કહ્યું કે અમદાવાદનાં મહિલા શિક્ષિકા માટે રૂ. ૧૭ લાખની વસૂલાત ગુમાવેલી કુલ રકમનો માત્ર એક નાનો હિસ્સો હોઈ શકે છે, પરંતુ તેનાથી તેમને આશા અને રાહત મળી છે. સુરતનાં પીિતા પણ નિવૃત્ત શિક્ષિકા છે. તેમને કથિત રીતે ડિજિટલ અેરેસ્ટના નામે છેતરવામાં આવ્યાં હતાં અને રૂ. ૪૦ લાખ ગુમાવ્યા હતા. પોલીસે નાણાં શોધી કાઢવા અને પરત મેળવવા હાથ ધરેલી કાર્યવાહી બાદ રૂ. ૪૦ લાખની સમગ્ર રકમ પીડિતાને પરત મળી ગઈ છે. આ વસૂલાતથી સાયબર કૌભાંડમાં જીવનભરની બચત આંખ સામે જતી રહેવાનો આઘાત અને વ્યથાનો સામનો કરી રહેલાં પીડિતાને મોટી રાહત મળી છે. બંને કેસ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલા હતા.

વધુ વાંચો : ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, આજથી ખેડૂતો ટેકાના ભાવે પાકનું રજિસ્ટ્રેશન શરુ થશે

શું છે ડિજિટલ ફ્રોડ

ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં સામાન્ય રીતે ઠગો પોલીસ અધિકારીઓ, તપાસ અધિકારીઓ અથવા અન્ય સરકારી અધિકારીઓનો સ્વાંગ રચીને લોકોને ધરપકડ કરવાની ધમકી આપી ડરાવે છે. ખાસ કરીને ઝડપથી બદલાતી ડિજિટલ છેતરપિંડીની રીતોથી અજાણ વરિષ્ઠ નાગરિકો આવા કૌભાંડનો સરળતાથી ભોગ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Retired female teachers female teachers

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ