ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : નવસારીની સભામાં PM મોદીએ પાન-મસાલા-માવા પર કરી વાત, જાણો શું બોલ્યાં
Last Updated: 05:09 PM, 8 September 2026
ADVERTISEMENT
નવસારીમાં 'નમો કમલમ' ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યાં બાદ પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધિત કરતાં કહ્યું કે નવસારીના વિકાસ માટે કાર્યકરોએ અથાગ મહેનત કરી છે. દિવસ-રાત જનસેવાના કાર્યો કરે છે. ગામડે ગામડે માઈક્રો ક્લિનિગ અભિયાન ઉપાડવામાં આવ્યું. તેમણે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ લારીવાળાઓનું જીવન બદલી નાખ્યું છે. ભાજપ કાર્યાલયમાં દુઃખીયાના દુઃખ દૂર થાય એવા કામ કરવાના છે.
ADVERTISEMENT
મારા માટે કાર્યકર્તાઓને મળવું એ પણ મોટો અવસર હોય છે! #NamoKamalamNavsari pic.twitter.com/V49h2jDaYi
— BJP Gujarat (@BJP4Gujarat) September 8, 2026
સૌરાષ્ટ્રવાસીઓના પાન-મસાલા ખાવાની આદતનો ઉલ્લેખ કર્યો
ADVERTISEMENT
આ પ્રસંગે પીએમ મોદીએ એક હળવી મજાક પણ કરી હતી. પીએમ મોદીએ સૌરાષ્ટ્રવાસીઓના પાન-મસાલા ખાવાની આદતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સૌરાષ્ટ્રવાળા અહીં ઘણાં છે, તેઓ ભારત માતા કી જય બોલીવને પિચકારી મારે અને માવા ખોવાનું છોડી દે.
નવસારીમાં ‘નમો કમલમ’નું ઉદ્ધાટન
ADVERTISEMENT
વડોદરાના કાર્યક્રમ બાદ પીએમ મોદી નવસારી પહોંચ્યા હતા જ્યાં તેમણે દેશના પ્રથમ AI આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું ઉદ્ધાટન કર્યું હતું. સમગ્ર જિલ્લામાં 4000 સ્ક્રીન પરથી 1.15 લાખ લોકો આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા છે.
1100 બહેનોએ કળશથી પીએમનું સ્વાગત કર્યું
ADVERTISEMENT
વડાપ્રધાન હેલિપેડ પર ઉતર્યા ત્યારે તેમનું ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરાયું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1100 બહેનો માથે કળશ મૂકીને તેમના આગમનને વધાવ્યું. 500 જેટલા પુરુષોએ વિશેષ ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવ્યું. આ સિવાય 30 બહેનોએ ઢોલ-ત્રાંસાના તાલ સાથે પરંપરાગત વાદ્યો વગાડીને વાતાવરણ ગજવી નાખ્યું.
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન ‘નમો કમલમ’ની મુલાકાત લીધી
ADVERTISEMENT
ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ‘નમો કમલમ’ પરિસરની મુલાકાત લીધી હતી અને અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કર્યું હતું તથા આધુનિક લાઈબ્રેરીની પણ મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT
389 ગામોમાં પીએમ મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ
નવસારીના તમામ 389 ગામોમાં 4000 જેટલી સ્ક્રીન ગોઠવાઈ હતી. 1.15 લાખથી વધુ લોકોએ પોતપોતાના ગામમાં બેસીને આ કાર્યક્રમ લાઈવ જોયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.