ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહીસાગરના સંતરામપુરમાં પિતાએ 3 મહિનાના દીકરાને કૂવામાં ફેંકી દીધો, કારણ જાણીને કહેશો આટલી વાતમાં!

ક્રાઈમ / મહીસાગરના સંતરામપુરમાં પિતાએ 3 મહિનાના દીકરાને કૂવામાં ફેંકી દીધો, કારણ જાણીને કહેશો આટલી વાતમાં!

Published By: Hiralal Parmar
Reported By: Vishal Jaishwal

Last Updated: 05:25 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરના સંતરામપુરમાં એક શખ્સે તેના 3 મહિનાના દીકરાની કૂવામાં ફેંકીને હત્યા કરી નાખતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

મહીસાગરના સંતરામપુરમાં એક સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સંતરામપુરના ઝાલદડા ગામમાં આશિષ ભુરીયા નામના શખ્સે તેના 3 મહિનાના દીકરાની હત્યા કરી નાખી હતી. પત્ની સાથે ઝગડો થતાં પતિએ તેના 3 મહિનાના દીકરાને કૂવામાં ફેંકી દીધો હતો.

શું હતું હત્યાનું કારણ?

હકીકતમાં પતિએ પિયર જવાની જીદ પકડી હતી પરંતુ પતિ તેને જવા દેવા તૈયાર નહોતો. આથી બન્ને વચ્ચે ઝગડો થયો હતો અને આવેશમાં આવી જઈને તેણે 3 મહિનાના દીકરાને કૂવામાં ફેંકી દીધો હતો. સંતરામપુર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.

રાજકોટમાં પણ આવો બનાવ

ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટમાં પણ આવો જ બનાવ બન્યો હતો. શહેરના આહીર ચોક નજીક આવેલા નહેરુનગરની શેરી નંબર 8માં પિતા-પુત્રના સંબંધોને શર્મસાર કરતી એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. કૌટુંબિક ઝઘડા અને ગૃહક્લેશના ખારમાં એક પિતાએ જ પોતાના એકના એક યુવાન પુત્ર પર ઊંઘમાં હથોડાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ આ કરુણ બનાવને પગલે ૩ બહેનોએ પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવતા પરિવારમાં ઘેરા શોકની લહેર છવાઈ ગઈ હતી.

વધુ વાંચો : PM મોદીના કાર્યક્રમ પહેલા અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી 2 સંદિગ્ધની ધરપકડ, PMOનું નકલી કાર્ડ-બંદૂક જપ્ત

હત્યા બાદ ખુદ પોલીસને ફોન કર્યો

પોતાના જ દીકરાની હત્યા કર્યા બાદ પિતા બાબુભાઈએ ભાગવા કે પુરાવા છુપાવવાને બદલે પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બનાવ અંગે માહિતી મળતા જ ભક્તિનગર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક યુવાનની માતા રિસામણે ગયેલી હોવાથી ઘરમાં પિતા અને પુત્ર બંને એકલા જ રહેતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahisagar mahisagar crime

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ