ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપમાં આજે પાકિસ્તાન ટીમ સામે ભારતીય મહિલા ટીમનો મુકાબલો, જૂઓ હેડ-ટૂ-હેડ રેકોર્ડ
Last Updated: 06:30 PM, 5 September 2026
ADVERTISEMENT
India vs Pakistan Women Asia Cup 2026: જીતના રથ પર સવાર થઈને ટીમ ઈન્ડિયા હવે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવવા માટે પ્રયત્ન કરશે. આ બ્લોકબસ્ટર મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ગત એશિયા કપમાં બંને ટીમો એકબીજા સામે આવી હતી, ત્યારે ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું.
ADVERTISEMENT
વિશ્વભરના ચાહકો ક્રિકેટ મેદાન પર ભારત-પાકિસ્તાન મુકાબલો જોવા માટે ઉત્સાહિત છે. ભારત 5 સપ્ટેમ્બર 2026 (આજે) મહિલા ટી20 એશિયા કપ 2026માં પાકિસ્તાન સામે ટકરાશે. જીતના રથ પર સવાર થઈને ટીમ ઈન્ડિયા હવે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવવા તલપાપડ જોવા મળે છે. આ બ્લોકબસ્ટર મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
INDW vs PAKW: T20 માં હેડ-ટુ-હેડ રેકોર્ડ શું છે?
ADVERTISEMENT
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે અત્યાર સુધી પાકિસ્તાન સામે ટી20 મેચોમાં પ્રભુત્વ જમાવ્યું છે. બંને ટીમો નાના ફોર્મેટમાં 17 મેચોમાં એકબીજાનો સામનો કરી ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ 14 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને ત્રણ જીત મેળવી છે. એશિયા કપમાં 2012 થી 2024 સુધી આ ટુર્નામેન્ટમાં બંને ટીમો છ વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. પાકિસ્તાને 2022 માં એક મેચ જીતી હતી, જ્યારે ભારતે બાકીમાં પાંચ મેચ જીતી હતી.
નોંધનીય છે કે મહિલા એશિયા કપ 2004 માં વનડે ફોર્મેટમાં શરૂ થયો હતો. જોકે તેને ટૂર્નામેન્ટની પાંચમી આવૃત્તિથી ટી20 ફોર્મેટમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. ભારત સાત ટાઇટલ સાથે આ ટુર્નામેન્ટમાં સૌથી સફળ ટીમ છે.
ADVERTISEMENT
ભારત vs પાકિસ્તાન મેચનો સમય
મહિલા એશિયા કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ બ્લોકબસ્ટર મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. મેચનું જીવંત પ્રસારણ સોની સ્પોર્ટ્સ પર કરવામાં આવશે, જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ પર થશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / એશિયા કપમાં આજે ભારત-પાકિસ્તાન આમને-સામને, પાક સામે સતત પાંચમી જીતના ઈરાદે ઉતરશે ટીમ ઈન્ડિયા
ADVERTISEMENT
ભારત અને પાકિસ્તાન સંભવીત ટીમ
ભારતીય વિમેન્સ ટીમઃ સ્મૃતિ મંધાના, શેફાલી, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાલી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, નંદિની શર્મા, શ્રી ચરાણી, ક્રાંતિ ગૌડ, ગુનાલન કમલિની, રેણુકા સિંહ ઠાકુર, અરુધતિ રેડ્ડી, રાધા યાદવ.
ADVERTISEMENT
પાકિસ્તાન વિમેન્સ ટીમઃ મુનીબા અલી (વિકેટકીપર), શવાલ ઝુલ્ફીકાર, ગુલ ફિરોઝા, આયેશા ઝફર, સદાફ શમાસ, ફાતિમા સના (કેપ્ટન), ઉમ્મ-એ-હાની, ઈમાન ફાતિમા, તુબા હસન, નશરા સંધુ, સાદિયા ઈકબાલ, સાયરા જબીન, મોમિના રિયાસત, ઈમાનનસીર, વહીદા અક્તર.
સંકળાયેલા મુદ્દાઓ