ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 9 મહિનામાં 7મી વખત 90sમાં આઉટ, શતકથી ફરી 8 રન દૂર રહ્યા વૈભવ સૂર્યવંશ, મોટા શોટની લ્હાયમાં ગુમાવી સદી!

photo-story

5 ફોટો ગેલેરી

ક્રિકેટ / 9 મહિનામાં 7મી વખત 90sમાં આઉટ, શતકથી ફરી 8 રન દૂર રહ્યા વૈભવ સૂર્યવંશ, મોટા શોટની લ્હાયમાં ગુમાવી સદી!

Last Updated: 04:30 PM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

15 વર્ષનો વૈભવ સૂર્યવંશી છેલ્લા નવ મહિનામાં સાતમી વાર 90ના આંકડામાં આઉટ થયો છે. દલીપ ટ્રોફીમાં 92 રન બનાવીને રેકોર્ડ તો બનાવ્યો પણ ફરી સદીથી થોડા જ રન દૂર રહી ગયો હતો.

1/5

photoStories-logo

1. વૈભવ સૂર્યવંશી

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હાલ ક્રિકેટ જગતમાં નવું જ તોફાન લાવી રહ્યો છે. રેકોર્ડ પર રેકોર્ડ તોડતા જઈ રહ્યો છે અને ધમાકેદાર પારીઓ રમી રહ્યા છે. છતાં એક વાત તેને સતત સતાવી રહી છે – 90ના આંકડામાં વારંવાર આઉટ થવું. દલીપ ટ્રોફી 2026ના સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન વિરુદ્ધ પહેલી ઇનિંગ્સમાં તે 92 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. છેલ્લા નવ મહિનામાં આ તેની સાતમી વાર 90ની નજીક વિકેટ ગુમાવવાની ઘટના બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 42 બોલમાં ફિફ્ટી

ઈસ્ટ ઝોનના રંગમાં રમતા વૈભવે માત્ર 42 ડિલિવરીમાં ફિફ્ટી પૂરી કરી હતી. જેમાં એક વાર લાઈફલાઈન પણ મળી હતી પણ તેનો લાભ લઈને તેઓ સદી સુધી પહોંચી શક્યો નહીં. હર્ષ દુબેની બોલ પર મોટો શૉટ રમવાના પ્રયાસમાં તે 92 પર આઉટ થયો હતો. 90 પાર કર્યા બાદ પણ જોખમ લેવામાં કોઈ કસર નહીં છોડી અને આ તેની આક્રમક બેટિંગની જ ઓળખ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. નવ મહિનામાં અનેક વખત નર્વસ 90s

છેલ્લા નવ મહિનાના આંકડા જોઈએ તો વાત વધુ રોમાંચક બને છે. જેમાં રણજીમાં મેઘાલય સામે 93, અન્ડર-19 વોર્મ-અપમાં સ્કોટલેન્ડ સામે 96 , IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 93, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 97 અને ગુજરાત ટાઈટન્સ સામે 96 પર આઉટ. શ્રીલંકા એ સામે 94 અને હવે દલીપ ટ્રોફીમાં 92. આ સાતેય વખત ક્યારેક એલબીડબ્લ્યુ, ક્યારેક કેચ અને ક્યારેક મોટા શૉટની કોશિશમાં વિકેટ ખોઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોટો ઇતિહાસ પણ રચ્યો

આ જ ઇનિંગમાં વૈભવે એક મોટો ઇતિહાસ પણ રચ્યો હતો. 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે ફિફ્ટી પૂરી કરીને તેઓ દલીપ ટ્રોફીમાં સૌથી નાની વયે પચાસ રન કરનાર બેટ્સમેન બની ગયો હતો. જેમાં લક્ષ્મણ સિંહનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. એટલે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ સ્ટોરી રીપીટ થશે?

આ ઇનિંગ્સ તેમના માટે આનંદ અને નિરાશા બંને લઈને આવી. ઇતિહાસ બનાવ્યો, શાનદાર 92 રન કર્યા પણ ફરી એકવાર સદીની રાહ વધુ લાંબી થઈ ગઈ. વૈભવને સદીની ફિકર કરતાં મોટા શૉટ રમવાની શોધ વધુ રહે છે. હવે જોવાનું મજાનું રહેશે કે આ 90ના સિલસિલાને તેઓ ક્યારે તોડે છે કે ફરી એ જ સ્ટોરી રીપીટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

nervous 90s Duleep Trophy Vaibhav Suryavanshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ